Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:આ સંસાર દુ:ખથી ભરેલો કેમ છે?

    16 hours ago

     આ સંસાર દુ:ખથી ભરેલો કેમ છે? (હીર ગઢવી, રાધનપુર) - ગારા અને સિમૅન્ટથી ભરેલો હોય એના કરતાં દુ:ખથી ભરેલો સારો!  આજના જમાનામાં ય કવિઓ બગલથેલો અને ઈસ્ત્રી વિનાના ઝભ્ભા કેમ પહેરે છે?(ડૉ. સંકેત શેઠ, કરમસદ) - બસ. કવિતાના પુરસ્કારોમાંથી એટલું જ ખર્ચી શકાય છે.  સોનુ-ચાંદી ખરીદાઇ ગયા… હવે શું છાણાનો સ્ટૉક કરવાનો? (અમૃત સોલંકી, બોટાદ) - જેનો ધંધો હોય, એનો સ્ટૉક કરવો.  ‘ધાર્યું ધણીનું થાય…’ એ કહેવત કેટલી સાચી છે?(સંજય લકૂમ, ચુડા) - તમે હિંમતથી આ સવાલ પૂછ્યો છે, ભલે તમારું ધાર્યું થતું ન હોય, પણ શાબ્બાશ!  કોઇની નજરમાંથી ઊતરી જવું અને કોઇની નજરમાં વસી જવામાં સારું શું?(ભરતકુમાર ભટ્ટ, રાજકોટ) - આટલું પૂછવામાં તમે મારી નજ૨માં વસી ગયા!  ચૉકીદારને ‘વૉચમૅન’ કહેવાય છે, તો ઘડિયાળીને? (યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - દરેક ઘડિયાળીનું ફોઇએ પાડેલું એક નામ હોય છે...  આવી કાતિલ ગરમીથી બચવાનો કોઇ ઉપાય? (ચિરાગ પંચાલ, મધવાસ-લુણાવાડા) - બપોરે રોડ પર નીકળવું પડે, એ લાચારી બંધ કરો.  તમને એક દિવસ માટે વડાપ્રધાન બનાવાય તો? (શુભાંગી જોશી, ભાવનગર) - હાળું… કોઇ એક દિવસથી આગળ જ વધતું નથી!  ચિત્રકાર બનવું કે પત્રકાર?(રાકેશ જણસારી, પાલનપુર) - તમેય સ્માર્ટ છો. ધંધો ગમે તે કરો… પાછળ ‘કાર’ હોવી જોઇએ...!  ગૃહિણીઓ હવે ચુલા પર રસોઇ બનાવવાનું શરૂ કરશે? (શૈલેષ દરજી, અમદાવાદ) - ઊભા રહો… પૂછી જોઉં!  કાનુડાને અસંખ્ય રાણીઓ હતી ને મારે તો એકમાં આંટા આવી ગયા..! (મહેશ ઠક્કર, અમદાવાદ) - કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી.  તમે જામનગરના છો, છતાં અમદાવાદી વધારે લાગો છો... (રસેન્દુ પાઠક, વડોદરા) - વડોદરાએ તો મારો કાંટો જ કાઢી નાખ્યોને?  નોકરી કરવી સારી કે ધંધો?(સંદીપ સોની, વડોદરા) - આ સવાલ તમારી જુવાનીમાં પૂછ્યો હોત તો હું કાંઇ જવાબેય આપી શકત!  મારા સવાલો અઘરા લાગે છે? જવાબ આપતા નથી તે...! (શકુંતલા સોની - એમને એમના ગામની ખબર નથી!) -કયા ગામે લખવી કંકોતરી?  પ્રેમની પરીક્ષા કેવી રીતે કરવી?(હિતેશ દમણીયા, સુરત) - પ્રેમ, પરીક્ષા લઇને કરવાનો છે કે આપીને?  તમારી પાસે સવાલો ખૂટી જાય, પછી તો અમારો સવાલ લેશોને? (રોહિત દરજી, હિંમતનગર) - હાઆઆઆ...શ! આ છેલ્લો જ ખૂટ્યો!… ફટકારો હવે!  હું ઊડી શકું?(મુકેશ ગોહેલ, અમદાવાદ) - ધાબે પહોંચો....મને સિસોટી મારીને જાણ કરશો.  T-20ની ફાઇનલ આપણે જીત્યા. તમે જોઇ હતી કે નહીં? (કિશોર મહેતા, રાજકોટ) - હાસ્તો....બધાને આપણા ઘેર રમવા તો ન બોલાવાય ને?  આ વખતે કૅરીની સિઝન કેવી હશે?(નિસર્ગ જોશી, મહેસાણા) - એકેય ઍન્ગલથી હું તમને શાકવાળા જેવો લાગ્યો?  હોળીમાં દિવાળી એટલે શું?(શરદ મહેતા, ભાવનગર) – હોળી પ્રગટાવતી વખતે તેજોમય બની જાય છે.  લગ્નને આત્મહત્યા કહેવાય?(ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ) - હાશ....તમે જીવિત છો!  નવા જૂની કરવાની ક્યારે જરૂર પડે? (કાલુભાઇ લલીયા, ચલાલા-અમરેલી) - વાઇફ હા પાડે ત્યારે!  આવા યુદ્ધના સમયમાં વિપક્ષોએ પ્રજાને મદદરૂપ થવું જોઇએ કે ઉશ્કેરવાની હોય?(પ્રફુલ દવે, ભાવનગર) - એ લોકોનેય પ્રજાની નજરમાં ટકી રહેવાનું હોય છે!  દૂધ ફાટી જાય તો શું કરવાનું?(સુનીલ વર્મા, અમદાવાદ) - શરીરે ચોળીને નાહી લેવાનું.  માતૃભાષા જેટલું જ મહત્ત્વ રાષ્ટ્રભાષાને ન આપવું જોઇએ? (જીતેન્દ્ર કેલા, મોરબી) - પંજાબી ઉચ્ચારો સાથે હિંદી બોલી શકો છો?
    Click here to Read More
    Previous Article
    ‘Hardik Pandya should himself say no to captaincy’: Former India opener picks alternate captain for MI in IPL 2026
    Next Article
    પાટણના ચંદ્રુમાણા ગામે માતાજીનો માંડવા ઉત્સવ યોજાયો:ભુવાજીઓએ વ્યસનમુક્તિ અને શિક્ષણનો સંદેશ આપ્યો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment