Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાનેરાની રેલ નદી પર ચેકડેમ નિર્માણ થશે:ખેડૂતોની પાણીની સમસ્યા હલ કરવા સરકારનો મહત્વનો નિર્ણય

    15 hours ago

    ધાનેરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની રજૂઆત બાદ રાજ્ય સરકારે ધાનેરાની રેલ નદી પર ચેકડેમો બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટથી ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને ભૂગર્ભ જળસ્તર સુધરશે. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદીમાં 2015 અને 2017માં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સંગ્રહ વ્યવસ્થાના અભાવે આ પાણી થરાદ થઈને કચ્છના રણમાં વહી જાય છે, જેનાથી ખેડૂતોને ધોવાણ અને નુકસાન વેઠવું પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય દેસાઈએ રેલ નદી પર આશરે 10 મોટા ચેકડેમો બનાવવાની માંગ કરી હતી. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી ખેડૂતોની પરિસ્થિતિ રજૂ કરી હતી. સિંચાઈ મંત્રીએ આ રજૂઆતને ગંભીરતાથી લીધી છે અને પ્રોજેક્ટને વહેલી તકે હાથ ધરવા સિંચાઈ વિભાગને સૂચનાઓ આપી છે. ધાનેરા તાલુકાના પેગીયા ગામ પાસે આવેલા સૌથી મોટા તળાવ પાસે પણ મોટા ચેકડેમના નિર્માણ માટે ધારાસભ્યએ ભાર મૂક્યો હતો. આ ચેકડેમની ડિઝાઇન અને સર્વે પૂર્ણ થઈ ગયો છે અને ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થશે. આ ચેકડેમ સાકાર થતાં પેગીયા સહિત આસપાસના 29 થી વધુ ગામોના ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર સુધારો આવશે. આનાથી ખેતી અને પશુપાલન માટે પાણીની ઉપલબ્ધતા વધશે, જે વિસ્તારના વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    દસાડા ધારાસભ્યે રણમાં વાવાઝોડાથી નુકસાનગ્રસ્ત અગરિયાઓની મુલાકાત લીધી:અગરિયા પ્રતિનિધિઓ સાથે મંત્રીને મળી, વળતરની રજૂઆત કરી
    Next Article
    વલસાડ AAPમાં ભડકો:લોકસભા ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેનું રાજીનામું, પાર્ટીમાં શિસ્તના અભાવ અને અવગણનાનો લગાવ્યો ગંભીર આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment