Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દસાડા ધારાસભ્યે રણમાં વાવાઝોડાથી નુકસાનગ્રસ્ત અગરિયાઓની મુલાકાત લીધી:અગરિયા પ્રતિનિધિઓ સાથે મંત્રીને મળી, વળતરની રજૂઆત કરી

    14 hours ago

    દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમારે રણમાં ભયંકર વાવાઝોડા અને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત અગરિયા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અગરિયાઓની વ્યથા સાંભળી હતી અને નુકસાનીની વિગતો જાણી હતી. આ વાવાઝોડાના કારણે મીઠું પકવતા અગરિયાઓની 70% સોલાર પેનલો તૂટી ગઈ હતી. મીઠાના ઉત્પાદનમાં પણ પાટા દીઠ 200 થી 250 ટનનું નુકસાન થયું હતું. આ ઉપરાંત, અનેક અગરિયાઓના રહેણાંકના છાપરા અને ઘરવખરીને પણ વ્યાપક નુકસાન થયું હતું. ધારાસભ્ય પી.કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ ઠાકોર અને પ્રહલાદભાઈ સહિતના અગરિયા પ્રતિનિધિઓ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાને રૂબરૂ મળીને રણમાં મીઠું પકવતા અગરિયાઓને સરકાર મારફતે તાત્કાલિક નુકસાની વળતર ચૂકવવા રજૂઆત કરી હતી. આ રજૂઆત વખતે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના રાજકીય આગેવાનો અને અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રણમાં મીઠું પકવતા અગરિયાઓને નુકસાનીનું વળતર ચૂકવવા માટે લેખિત રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વિનાશક વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વાલીઓ માટે રાહતના સમાચાર:સિવિલ હોસ્પિટલમાં જલસાનો VIDEO, પાટીદાર સંમેલનમાં રૂપાલાની ટકોર; 6 વર્ષની દીકરી પર સાવકા પિતાએ દાનત બગાડી
    Next Article
    ધાનેરાની રેલ નદી પર ચેકડેમ નિર્માણ થશે:ખેડૂતોની પાણીની સમસ્યા હલ કરવા સરકારનો મહત્વનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment