Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વેન-રિક્ષાના ભાડા નહીં વધે:સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં મોટો નિર્ણય, જાણો વાલીએ કેટલું ભાડું ચૂકવવાનું રહેશે?

    20 hours ago

    યુદ્ધ જેવી પરિસ્થિતિ અને વધતી મોંઘવારી વચ્ચે અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો નહીં કરવાની જાહેરાત કરી છે. નવા શૈક્ષણિક સત્ર દરમિયાન અત્યારે જે ભાડું ચાલે છે તે જ ભાડું યથાવત રહેશે. જેથી મોઘવારી વચ્ચે વાલીઓને આર્થિક ભારમાંથી રાહત મળશે. જો CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો એસોસિએશન દ્વારા બેઠક બોલાવી વાલીઓના હિતમાં જ નિર્ણય લેવાનો નક્કી કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન-રિક્ષામાં ભાડા વધારો નહીં કરવા નિર્ણય યુદ્ધની સ્થિતિ વચ્ચે અનેક ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. તેમજ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પણ વધારો થતા લોકોને આર્થિક મુશ્કેલીઓ પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. જે વચ્ચે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરના આગેવાનોની હાજરીમાં એસોસિએશનની જનરલ બેઠક યોજાઈ હતી. જેમાં હાલની મોંઘવારી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી. પાલડીમાં આવેલા નરોત્તમ ઝવેરી હોલ ખાતે મળેલી આ બેઠકમાં સહમતિથી એવો નિર્ણય લેવાયો છે કે નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે. આ નિર્ણય ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ઘરખર્ચમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં થયેલા વધારા છતાં, વાલીઓ પર વધારાનો બોજ ન આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં ફરીથી ભાડામાં વધારો કરવો યોગ્ય નહીં ગણાતા, એસોસિએશને જૂના ભાડા જ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જૂન-2024માં નક્કી કરાયેલો દર જ અમલી રહેશે 11 જૂન 2024ના રોજ જે ભાડા નક્કી કરવામાં આવ્યા હતા, તે જ દર યથાવત રાખવામાં આવશે. જે આ વર્ષ ભાડામાં વધારો વાલીઓ પર આર્થિક ભાર ન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ જો યુદ્ધની સ્થિતિ વચ્ચે CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો ફરી એકવાર અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ RTO ના નિયમનું પાલન કરીને તમામ કાગળ સાથે રાખવાની પણ સ્કૂલ વર્ધીના ચાલકોને સૂચના પણ આપવામાં આવી છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની રાજ્યભરના આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી. અત્યારે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે CNG ગેસના ભાવ વધે કે ન વધે પરંતુ અમારી સ્કૂલ વર્ધીના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. જો CNG ન ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો ફરી એક વખત અમારા એસોસિએશનની બેઠક બોલાવીશું. જે બેઠકમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈશું. તેમજ તમામ સ્કૂલ વર્ધીના ચાલકોને RTO ના નિયમનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ ગાડીના તમામ કાગળ સાથે રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. જેથી નવું સત્ર ચાલુ થાય તો વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.
    Click here to Read More
    Previous Article
    વામૈયામાં 'ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન' મોકૂફ:સિદ્ધપુરના હિસોરમાં ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં નિર્ણય, 18 યુવાનો જેલમુક્ત થયા બાદ સ્નેહ મિલન યોજાશે
    Next Article
    સુરતમાં મીની વાવાઝોડાએ વધુ એકનો ભોગ લીધો, મૃત્યુઆંક 3 થયો:યુવકની લાશ 3 દિવસે ઝાડ નીચેથી મળી, 7 વર્ષના પુત્ર સાથે પત્નીનું હૈયાફાટ રુદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment