Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મીની વાવાઝોડાએ વધુ એકનો ભોગ લીધો, મૃત્યુઆંક 3 થયો:યુવકની લાશ 3 દિવસે ઝાડ નીચેથી મળી, 7 વર્ષના પુત્ર સાથે પત્નીનું હૈયાફાટ રુદન

    17 hours ago

    સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ટેકરામાં ગત 19 માર્ચના રોજ ફૂંકાયેલા મિની વાવાઝોડાએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. વાવાઝોડા દરમિયાન ધરાશાયી થયેલા વિશાળકાય ઝાડ નીચે દબાઈ જવાથી 35 વર્ષીય મુકેશકુમાર યાદવનું કરુણ મોત નીપજ્યું હતું. નવાઈની વાત એ છે કે, આ યુવક છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો અને આજે રવિવારે સવારે તેનો મૃતદેહ ઝાડ નીચેથી મળી આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. 7 વર્ષના પુત્ર સાથે પત્નીનું હૈયાફાટ રુદન દેખાયું હતું. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. સુરતમાં મિની વાવાઝોડાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3 થયો છે. 19 માર્ચે મનપાનું લોખંડનું બોર્ડ ધરાશાયી થયું ને યુવકનું મોત ઉલ્લેખનીય છે કે, સુરતમાં મીની વાવાઝોડાના ભારે પવનને કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ-વૃક્ષો ધરાશાયી થયા હતાં, જેમાં 19 માર્ચે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ભારે પવનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું હતું. કમનસીબે, આ બોર્ડ યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સચિનમાં વાવાઝોડાના કારણે રૂમની દિવાલ પડતાં 21 માર્ચે આધેડનું મોત મળેલી માહિતી મુજબ, સચિન હળપતિવાસમાં 55 વર્ષ છનાભાઈ સુમનભાઈ રાઠોડ, ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. છનાભાઈ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 19મીએ રાત્રે શહેરમાં અચાનક વાવાઝોડું આવ્યું હતું. દરમિયાન છનાભાઈની રૂમની દિવાલ તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 21 માર્ચ(શનિવારે)સવારે તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભારે પવનથી અચાનક વૃક્ષ યુવક પર ખાબક્યું મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની મુકેશકુમાર યાદવ (ઉં.વ. 35) સુરતમાં રહી હજીરાની કંપનીમા કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 19 માર્ચના રોજ જ્યારે શહેરમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું, ત્યારે મુકેશકુમાર કામ પર જવા માટે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન મોરા ટેકરા વિસ્તારમાં અચાનક ઝાડ તેમના પર ખાબક્યું હતું. મુકેશકુમાર ઘરે પરત ન ફરતા ચિંતિત પત્નીએ ઈચ્છાપોર પોલીસ મથકે પતિ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. 3 દિવસ બાદ ઝાડ નીચેથી લાશ મળતા પરિવાર સ્તબ્ધ પરિવાર અને સ્થાનિકો સતત શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે આજે 22 માર્ચની સવારે ધરાશાયી થયેલા ઝાડ નીચેથી મુકેશકુમારનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતદેહને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતક પોતાની પાછળ પત્ની અને 7 વર્ષના માસૂમ પુત્રને વિલાપ કરતા છોડી ગયા છે. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર મૃતકની પત્નીએ પોલીસ અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. 'પોલીસે વહેલી તપાસ કરી હોત તો કદાચ પતિ જીવતા હોત' તેમણે જણાવ્યું કે, મેં ગુમ થયાની ફરિયાદ આપી હતી, છતાં પોલીસે યોગ્ય તપાસ ન કરી. જો ઝાડ નીચે તાત્કાલિક તપાસ કરવામાં આવી હોત તો મારા પતિનો જીવ બચી શક્યો હોત. પત્નીએ હવે ઘરના મોભી ગુમાવ્યા બાદ પ્રશાસન પાસે આર્થિક સહાય અને વળતરની માંગ કરી છે. મિની વાવાઝોડાએ લીધો કુલ 3 લોકોનો ભોગ સુરતમાં 19 માર્ચે આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. મુકેશકુમારના મોત સાથે આ વાવાઝોડાને કારણે મૃત્યુઆંક વધીને 3 પર પહોંચ્યો છે. સ્થાનિકોમાં પણ વહીવટી તંત્રની ઢીલી કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો મનપાનું લોંખડનું બોર્ડ પડતા યુવકનું કમકમાટીભર્યું મોત 19 માર્ચે સુરતમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ શહેરભરમાં ભારે તારાજી સર્જી હતી. આ કુદરતી આફત એક યુવક માટે કાળ બનીને આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાનું બોર્ડ પડવાને કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે. શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયેલા તેજ પવન અને મીની વાવાઝોડાએ સુરતને બાનમાં લીધું હતું. ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ, પતરા અને વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની. (વાંચો સંપૂર્ણ સમાચાર) સુરતમાં મીની વાવાઝોડાએ યુવકનો ભોગ લીધો રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના સામે આવી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વેન-રિક્ષાના ભાડા નહીં વધે:સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં મોટો નિર્ણય, જાણો વાલીએ કેટલું ભાડું ચૂકવવાનું રહેશે?
    Next Article
    Iran - USA Israel War LIVE | દુનિયા સળગાવશે ઈરાન, યુદ્ધનું પરિણામ ! | Trump | Missile Attack | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment