Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમા સંપન્ન:દોઢ લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લઈ ઇતિહાસ રચ્યો; નવગ્રહ મંદિરમાં ધર્મસભાનું આયોજન

    5 days ago

    ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં અંદાજે દોઢ લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ધર્મજાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત (RSS) દ્વારા પ્રેરિત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરિક્રમાના પ્રારંભે ડુંગર તળેટીમાં આવેલા પ્રસિદ્ધ નવગ્રહ મંદિરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રનંદગીરીજી, આત્માનંદ સરસ્વતીજી, ચોટીલા મંદિરના અમૃતગિરિબાપુ અને મનસુખગીરીબાપુ, દુધઈ જગ્યાના મહંત રામબલકદાસબાપુ, સતરંગના પ્રેમબાપુ, કાશીબાપુ, કાળાસરના વાલજી ભગત, હાસ્યકાર હકાભા ગઢવી, બિરજુભાઈ બારોટ, દેવ પગલી સહિત અનેક સાધુ-સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ પરિક્રમાનું મહત્વ સમજાવ્યું હતું અને હિન્દુ સમાજ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને એક થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. તેમના પ્રવચનોમાં હિન્દુ એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. શ્રી નવગ્રહ મંદિરના પ્રાંગણમાં શ્રી રામકૃપા અન્નક્ષેત્રના હરેશબાપુ શ્રવણ દ્વારા અંદાજે 30 હજાર પરિક્રમાર્થીઓને ભોજનરૂપી મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. બપોરના 2 વાગ્યા સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી હતી. પરિક્રમાર્થીઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો અને સાંજ સુધીમાં કુલ દોઢ લાખ લોકો પરિક્રમા પૂર્ણ કરશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરિક્રમાપથ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરબત, તરબૂચ, છાશ વગેરેના સેવા સ્ટોલ પણ ચલાવવામાં આવ્યા હતા, જેનો લાભ પરિક્રમાર્થીઓએ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડ AAP લોકસભા ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેનું રાજીનામું:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે પક્ષ છોડ્યો
    Next Article
    કાળીયાબીડના નાકેથી દારૂના જથ્થા સાથે બે યુવક ઝડપાયા:રૂ.55 હજારનો મુદ્દામાલ જપ્ત, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો; દારૂ અકવાડાના શખ્સ પાસેથી લાવ્યાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment