Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલોલના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ બારીયાનું નિધન:વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

    5 days ago

    પંચમહાલ જિલ્લાના રાજકારણમાં ઊંડું સ્થાન ધરાવતા અને હાલોલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ મોહનસિંહ બારીયાનું આજે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી પિતાશયની બીમારીને કારણે સારવાર હેઠળ હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉદેસિંહ બારીયાએ માત્ર 27 વર્ષની નાની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પંચમહાલના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને જિલ્લાના રાજકારણમાં તેમની આગવી ઓળખ બનાવી હતી. વર્ષ 1980માં તેઓ પ્રથમ વખત હાલોલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1980 થી 2002 સુધી સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. તેમણે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની સરકારમાં કાયદામંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી. ઉપરાંત, સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીની સરકારમાં ગ્રામીણ વિકાસ અને વન મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. સંગઠનમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને દક્ષિણ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા હતા. વર્ષ 1989માં તેઓ કોંગ્રેસ પક્ષના નાયબ નેતા તરીકે પણ કાર્યરત હતા. વર્ષ 1953માં જન્મેલા ઉદેસિંહ બારીયાએ L.L.B. સુધીનો અભ્યાસ કર્યો હતો. રાજકારણ ઉપરાંત તેઓ વકીલાત અને ખેતીના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. ટૂંકા સમયગાળા માટે તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ બાદમાં ફરી કોંગ્રેસમાં સક્રિય થયા હતા. સ્વર્ગસ્થ ઉદેસિંહ બારીયાની અંતિમયાત્રા આવતીકાલે, 23 માર્ચ, 2026 (સોમવાર) ના રોજ સવારે 9.00 કલાકે તેમના વતન મુ. ડુમા, તા. જાંબુઘોડા ખાતેના નિવાસસ્થાનેથી નીકળશે.
    Click here to Read More
    Previous Article
    સાંસદે CSને મહાભારતના વિદુર સાથે સરખાવ્યા:ICSIના વડોદરા ચેપ્ટરના સ્થાપના દિવસની ઉજવણી, રાષ્ટ્રીય પ્રમુખે કહ્યું: વિશ્વના 1.30 લાખ CSમાંથી 80 હજાર તો ભારતમાં જ છે, ભારત વિશ્વનું નેતૃત્વ કરે છે
    Next Article
    સોમનાથ ત્રિવેણી સંગમ પર કાદવ-ધૂળની સમસ્યા:ડ્રેઝિંગ કાર્યની બેદરકારીથી રસ્તા કીચડમય, વેપારીઓ-ભાવિકોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment