Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ ત્રિવેણી સંગમ પર કાદવ-ધૂળની સમસ્યા:ડ્રેઝિંગ કાર્યની બેદરકારીથી રસ્તા કીચડમય, વેપારીઓ-ભાવિકોમાં રોષ

    5 days ago

    પ્રભાસ પાટણના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ચાલી રહેલી નદી ડ્રેઝિંગની કામગીરી વિવાદમાં સપડાઈ છે. ડ્રેઝિંગનું કાર્ય લાંબાગાળે યાત્રાધામ માટે ફાયદાકારક હોવા છતાં, હાલમાં તંત્રની ગંભીર બેદરકારીને કારણે સમગ્ર વિસ્તાર કાદવ, કીચડ અને ધૂળના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે. આ અણઘડ અમલવારીને લીધે યાત્રિકો, સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મંકેશ્વર મંદિરથી પ્રજાપતિ ધર્મશાળા સુધી કીચડના થર નદીમાંથી કાઢવામાં આવતો કાંપ અને કચરો મંકેશ્વર મંદિર નજીક એકત્ર કરવામાં આવે છે, જ્યાંથી ટ્રકો મારફતે તેને અન્યત્ર ખસેડાય છે. નિયમ મુજબ આ ટ્રકોને તાલપત્રીથી ઢાંકવી અનિવાર્ય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લી ટ્રકોમાં જ કાદવ વહન કરવામાં આવતા માર્ગો પર ગંદકી ફેલાઈ રહી છે. મંકેશ્વર મંદિરથી પ્રજાપતિ ધર્મશાળા સુધીનો મુખ્ય માર્ગ કાદવમય બની ગયો છે, જેના પર ચાલવું યાત્રિકો માટે દુષ્કર બન્યું છે. વેપારીઓમાં રોષ ત્રિવેણી સંગમ વિસ્તારના વેપારીઓએ આ સ્થિતિ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ટ્રકોની સતત અવરજવરથી ઉડતી ધૂળ દુકાનોમાં રાખેલા માલસામાન પર જામી રહી છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ, સતત પ્રદૂષિત વાતાવરણને લીધે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં શ્વાસ સંબંધિત બીમારીઓ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા ક્યારેક પાણીનો છંટકાવ કરવામાં આવે છે, પરંતુ ભારે ટ્રાફિક અને સતત વહેતા કાદવ સામે તે ઉપાય નિરર્થક સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓ વકરી રહેલી સમસ્યાને જોતા સ્થાનિકો અને ભાવિકોએ તંત્ર સમક્ષ કેટલીક માંગણીઓ કરી છે: પવિત્ર ત્રિવેણી સંગમ જેવા સંવેદનશીલ સ્થળે વહીવટી તંત્રની આવી શિથિલતા યાત્રિકોની આસ્થા અને સુવિધા સાથે ચેડા સમાન છે. જો આગામી દિવસોમાં સત્વરે પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    હાલોલના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ બારીયાનું નિધન:વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
    Next Article
    Election Effect | સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ | Congress | Politics | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment