Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદે CSને મહાભારતના વિદુર સાથે સરખાવ્યા:ICSIના વડોદરા ચેપ્ટરના સ્થાપના દિવસની ઉજવણી, રાષ્ટ્રીય પ્રમુખે કહ્યું: વિશ્વના 1.30 લાખ CSમાંથી 80 હજાર તો ભારતમાં જ છે, ભારત વિશ્વનું નેતૃત્વ કરે છે

    20 hours ago

    ICSIના વડોદરા ચેપ્ટરના 48માં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ICSIના નેશનલ પ્રેસિડેન્ટ CS પવન ચાંડક, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CS રાજેશ તારપરા અને આશીષ કરોડિયા અને WIRC ચેરમેન CS યોગેશ ચૌધરી હાજર રહ્યા હતા. આ ઉપરાંત 200થી વધારે CS મેમ્બર હાજર રહ્યા હતા. કાર્યક્રમના ચીફ ગેસ્ટ સાંસદ ડૉ. હેમાંગ જોષીએ CSને મહાભારતના વિદુર સાથે સરખાવ્યા હતા. વડોદરા ચેપ્ટરના પૂર્વ ચેરમેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ICSIના નેશનલ પ્રેસિડેન્ટ CS પવન ચાંડક એ જણાવ્યું હતું કે, આજે અમે બધા CS વડોદરામાં ભેગા થયા છીએ કારણ કે આજે ICSIના વડોદરા ચેપ્ટરનો 48મો સ્થાપના દિવસ છે. આ એક ગર્વની ક્ષણ છે અને આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ICSI એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જે કંપની સેક્રેટરી (CS) ના વ્યવસાયનું નિયમન કરે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં અમારા 77 ચેપ્ટર્સ અને 4 રિજનલ કાઉન્સિલ છે. ભારત બહાર પણ અમારા 6 ઓવરસીઝ સેન્ટર્સ કાર્યરત છે. અત્યારે અમારી સાથે 80,000થી વધુ સભ્યો અને 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. કંપની સેક્રેટરી એ 'ગવર્નન્સ' અને 'કોમ્પ્લાયન્સ' પ્રોફેશનલ્સ છે. કોર્પોરેટ ઇન્ડિયાને સર્વિસ પૂરી પાડવામાં અને તેમને કાયદાકીય રીતે સુરક્ષિત રાખવામાં CS ની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેઓએ કહ્યું કે, ભારત અત્યારે અર્થતંત્રમાં 11મા ક્રમેથી 4થા ક્રમે આવી ગયું છે, જેમાં કોર્પોરેટ સેક્ટરનો મોટો ફાળો છે. કંપનીએ ક્યારે IPO લાવવો, ક્યારે મર્જર કે એમાલગમેશન કરવું, ફોરેન માર્કેટમાં ક્યારે પ્રવેશ કરવો. આ તમામ વ્યૂહાત્મક નિર્ણયોમાં CS માર્ગદર્શન આપે છે. વિશ્વભરમાં અંદાજે 1,30,000 કંપની સેક્રેટરી છે, જેમાંથી 80,000 તો માત્ર ભારતમાં જ છે. આ દર્શાવે છે કે આ વ્યવસાયમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓમાં CS કોર્સ પ્રત્યે જાગૃતિ લાવવા માટે માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. અમે વિવિધ શહેરોમાં કોન્ટેક્ટ સેન્ટર્સ ખોલ્યા છે. શાળાઓ અને કોલેજોમાં જઈને 'કરિયર અવેરનેસ' ના કાર્યક્રમો કરીએ છીએ. અમારી સંસ્થાની સ્થાપના કંપનીઝ એક્ટ 1980 હેઠળ થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી અમે સતત પ્રગતિ કરી છે. વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબ જ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ છે.
    Click here to Read More
    Previous Article
    આસામ ચૂંટણી: કોંગ્રેસમાંથી આવેલા સાંસદને ટિકિટ આપવા પર નારાજગી:જે ભાજપના ધારાસભ્યોની ટીકિટ કપાઈ, તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની વાત કરી; CMએ મનાવ્યા
    Next Article
    હાલોલના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ બારીયાનું નિધન:વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment