Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીના રણાસર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત:વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ, ઓક્સિજન ઘટનું પ્રાથમિક અનુમાન

    4 days ago

    પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા રણાસર તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. તળાવમાં માછલીઓ મરીને ઉપર આવતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ મત્સ્ય ઉદ્યોગ વિભાગના સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, તળાવમાં પાણી ઓછું થવા અને ભેજવાળા વાતાવરણને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી માછલીઓના મોત થયા હોઈ શકે છે. આ પ્રાથમિક અનુમાન છે. માછલીઓના મોતને કારણે ફેલાયેલી દુર્ગંધથી તળાવની આસપાસના રહેણાક વિસ્તારોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. તળાવ પાસેથી પસાર થતા રાહદારીઓ પણ આ દુર્ગંધથી પરેશાન છે. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રકારે માછલીઓના મોત થવા પાછળ પાણીમાં ઓક્સિજનની ઘટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા મૃત માછલીઓનો તાત્કાલિક અને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારીયામાં ગૌવંશ કતલનો પર્દાફાશ:પાલેજ પોલીસે એક ઝડપ્યો, ત્રણ વોન્ટેડ
    Next Article
    સુરેન્દ્રનગરમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ:20થી વધુ સ્ટોલ્સ દ્વારા મિલેટ વાનગીઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment