Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિશોર સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ:કબૂતર બતાવવાના બહાને નિર્જન સ્થળે લઈ જઈ જાતીય શોષણ, અશ્લીલ વીડિયોથી બ્લેકમેઇલ

    2 days ago

    કચ્છના લખપત તાલુકાના દયાપરમાં 14 વર્ષના કિશોર સાથે જાતીય અત્યાચાર આચરી, અશ્લીલ ફોટા અને વીડિયો દ્વારા બ્લેકમેઇલ કરી વારંવાર તેનું શોષણ કરવાના ગંભીર કેસમાં ભુજની પોક્સો અદાલતે કડક ચુકાદો આપ્યો છે. કિશોરનું જાતીય શોષણ કરવાના ગુનામાં દયાપરના ગાયત્રીનગરમાં રહેતા 32 વર્ષીય મનસુખ ભગવાનભાઈ બારૈયાને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે રૂ. 50 હજારનો દંડ અને અન્ય ગુના હેઠળ એક વર્ષની કેદની સજા પણ સંભળાવવામાં આવી છે. આ કેસની ઘટના નવેમ્બર 2024માં બની હતી. દિવાળીના વેકેશન દરમિયાન 14 વર્ષનો કિશોર પોતાના મિત્રના ઘરે આવ્યો હતો. એક દિવસ સાંજના સમયે બંને મિત્રો કબૂતર જોવા માટે નીકળ્યા હતા. રસ્તામાં મિત્રના સગા કાકા મનસુખ બારૈયા તેમને મળ્યા હતા. કબૂતર બતાવવાની વાત કરીને આરોપી બંનેને પોતાની આઈ-ટેન કારમાં બેસાડીને મોરગર સીમના નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં કારની પાછળની સીટ પર આરોપીએ કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હોવાના આધારે તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો. આ રીતે કિશોરનું વારંવાર જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આખરે 4 ફેબ્રુઆરી 2025ના રોજ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ હતી. તપાસ દરમિયાન તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ભોલાએ 30 દસ્તાવેજી પુરાવા અને 14 સાક્ષીઓના આધારે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. ભુજની વિશેષ પોક્સો અદાલતના જજ એમ.એફ. ખત્રીએ પુરાવા અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને આરોપીને પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ 20 વર્ષની સખત કેદ તથા રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(1) હેઠળ એક વર્ષની કેદ અને રૂ. 1 હજારનો દંડ પણ ફટકારાયો હતો. આ ઉપરાંત, પીડિત બાળકને રૂ. 3 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA)ને આદેશ આપવામાં આવ્યો છે. કેસમાં સરકાર તરફથી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ રજૂઆતો કરી હતી. આ ચુકાદો સગીર બાળકો સામે થતા જાતીય ગુનાઓમાં કાયદાની કડક કાર્યવાહીનું મહત્ત્વ દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ નાગરિક બેંકના 74મા સ્થાપના દિવસે રક્તદાન શિબિર:સુરેન્દ્રનગર શાખામાં યોજાઈ, હોદ્દેદારો, કર્મચારીઓ અને ગ્રાહકો જોડાયા
    Next Article
    પાવાગઢમાં આસો નવરાત્રી માટે 1300 પોલીસ તૈનાત:યાત્રાળુઓની સુરક્ષા-સુવિધા માટે વ્યાપક આયોજન, તળેટીથી માચી માટે 60 બસો દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment