Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિઝર તાલુકા પંચાયત ગેટ પાસે પાણી ભરાયા:અરજદારો ગંદા પાણીમાંથી ચાલીને જવા મજબૂર બન્યાં

    1 day ago

    તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ચોમાસાની શરૂઆત થતાં જ વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. તાલુકા પંચાયત કચેરીના મુખ્ય ગેટ પાસે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ પાણી ભરાવાને કારણે કચેરીમાં સરકારી કામ અર્થે આવતા સ્થાનિક નાગરિકો અને અરજદારોને ગંદા પાણીમાંથી પસાર થઈને જવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો મીની તળાવ જેવા લાગી રહ્યા છે. વરસાદની શરૂઆતમાં જ મુખ્ય સરકારી કચેરીના પ્રવેશદ્વાર પાસે આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચા છે કે જો ખુદ વહીવટી તંત્રની મુખ્ય કચેરીમાં જ પાણીના નિકાલની સુવિધા ન હોય, તો અંતરિયાળ ગામડાઓની પરિસ્થિતિ કેટલી ખરાબ હશે. હાલમાં અહીં આવતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે કચેરીના ગેટ પાસેથી પાણીનો નિકાલ કરવામાં આવે અને સાથે જ તાલુકાના ગામડાઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તેવી તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થિનીનું ગળું દબાવી હાથની નસો કાપી નાખી:20 ટાંકા લેવા પડ્યા, તાપીની આશ્રમ શાળામાં ક્લાસમેટનો ચપ્પુથી જીવલેણ હુમલો; સુરતમાં સારવાર હેઠળ
    Next Article
    Bharat Tiwari Encounter: ‘भरत तिवारी अमर रहे’ बिलौटी में जारी महापंचायत !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment