Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારીયામાં ગૌવંશ કતલનો પર્દાફાશ:પાલેજ પોલીસે એક ઝડપ્યો, ત્રણ વોન્ટેડ

    4 days ago

    ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં ગૌવંશ કતલનો પર્દાફાશ થયો છે. પાલેજ પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની સંબંધિત કલમો, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2017 અને પશુ ઘાતકીપણા અધિનિયમ-1960 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને એજન્સીઓ કાર્યરત:ગોમતીપુર અને માધુપુરામાં એજન્સીઓએ દરોડા પાડી મોંઘી વિદેશી દારૂની બોટલો ઝડપી, ત્રણની ધરપકડ
    Next Article
    સમીના રણાસર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત:વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ, ઓક્સિજન ઘટનું પ્રાથમિક અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment