Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને એજન્સીઓ કાર્યરત:ગોમતીપુર અને માધુપુરામાં એજન્સીઓએ દરોડા પાડી મોંઘી વિદેશી દારૂની બોટલો ઝડપી, ત્રણની ધરપકડ

    4 days ago

    અમદાવાદમાં સ્થાનિક પોલીસ દારૂબંધી મામલે નિષ્ક્રિય હોય એમ એજન્સીઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવવામાં આવતો અને ત્યાંથી સગેવગે કરાતો દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. શહેરના ગોમતીપુર અને માધુપુરા વિસ્તારમાંથી એજન્સીઓ દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગોમતીપુર વિસ્તારમાં ડીસીપીની સ્ક્વોડ દ્વારા દરોડો પાડીને ગોમતીપુરના જ બુટલેગર દ્વારા આપવામાં આવતા દારૂના જથ્થા સાથે બે બુટલેગરની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ કમિશનરની સ્ક્વોડ દ્વારા માધુપુરા વિસ્તારમાં દરોડો પાડી ટ્રાન્સપોર્ટમાં લાવેલા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. બંને કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગોમતીપુરમાં દારૂનો જથ્થો સગે વગે થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી ઝોન પાંચ એલસીબી સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે, ગોમતીપુર વિસ્તારમાં વિવેકાનંદ નગર વિભાગ એક પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકોએ વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે અને તેને સગે વગે કરવાની તૈયારી કરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ખુલ્લી જગ્યામાં ત્રણ શખ્સો ટુ-વ્હીલરની ડેકીમાં પુઠાના બોક્સમાંથી નાની બોટલો કાઢીને મુકતા હતા. જેથી તરત જ પોલીસ તેમને પકડવા ગઈ ત્યારે એક વ્યક્તિ ભાગી ગયો હતો, જ્યારે નરેશ ચૌહાણ (રહે. અસારવા) અને સુશાંત શર્મા (રહે. રામોલ) નામના બે શખ્સની ધરપકડ કરી લીધી હતી. અલગ અલગ 336 વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપી પાડ્યા પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાડીની ડેકીમાંથી અને બહારથી કુલ અલગ અલગ 336 વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગોમતીપુર વિસ્તારમાં વિવેકાનંદ નગર ઔડાના મકાનોમાં રહેતો વિપુલ પટણીનો દારૂનો જથ્થો છે. વિપુલ પટણીનો માણસ આકાશ ઉર્ફે ડૂમો ત્યાંથી પોલીસ આવતા ભાગી ગયો હતો. વિદેશી દારૂનો જથ્થો લેવા માટે તેઓ ટુ-વ્હીલર લઈને આવ્યા હતા અને ડીકીમાં ભરી અને લઈ જતા હતા તે દરમિયાનમાં પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. સ્થાનિક ગોમતીપુર પોલીસના જાણ બહાર દરોડો પાડીને ગોમતીપુર વિસ્તારમાંથી જ અસારવા અને રામોલનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બહાર પુઠાના બોક્સમાં વિદેશી દારૂ આવ્યો પોલીસ કમિશનરની પીસીબી સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે, પ્રેમ દરવાજા બહાર ગુજરાત જિનિંગ મિલમાં આવેલા પટેલ ગુડ કેરિયર ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બહાર પુઠાના બોક્સમાં વિદેશી દારૂ આવ્યો છે. જેના આધારે પીસીબી સ્ક્વોડના કર્મચારીઓ ગોડાઉનની બહાર પહોંચ્યા હતા ત્યારે ત્યાં ઘણા બધા કાર્ટુન પડ્યા હતા. ગોડાઉનમાં એક વ્યક્તિ હાજર હતો જે પોતે મજૂર તરીકે નોકરી કરતો હતો ને ગાડીમાં આવતા ટ્રાન્સપોર્ટના માલને ચેક કરી ઉતારવાનું કામ કરતો હતો. પોલીસે બાતમી વાળા લેડીઝ ચપ્પલના કાર્ટૂનમાં જ્યારે તપાસ કરી તો તેમાં ઘણા બધા લેડીઝના ચપ્પલ હતા. જેમાં બીજા ખાખી કલરના બોક્સમાં 32 નંગ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. માધુપુરા પોલીસની જાણ બહાર જ પીસીબીએ દરોડો પાડી દારૂ ઝડપ્યો પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કોઈ લેવા આવે છે કે કેમ તે જોવા માટે ઘણો સમય રાહ જોઈ હતી, પરંતુ વહેલી સવાર સુધી કોઈ આવ્યું નહોતું. જેથી પોલીસે આ કાર્ટૂનોની બીલટી બાબતે જોતા નોર્થ વેસ્ટ દિલ્હીના જૈન એન્ટરપ્રાઇઝ અને અમદાવાદના નીલમ ફૂટવેરનું બિલ હતું. પોલીસે આ બાબતે તપાસ કરતા મોંઘી વિદેશી દારૂની 32 જેટલી બોટલોને કબજે લીધી હતી. માધુપુરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં માલ લાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે માધુપુરા પોલીસની જાણ બહાર જ પીસીબીએ દરોડો પાડી દારૂ ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ રૂ. 25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું:અમરેલી APMCમાં 2 લાખ ચોરસ ફૂટના શેડ સહિત 10 કાર્યોનું ઉદ્ઘાટન
    Next Article
    ટંકારીયામાં ગૌવંશ કતલનો પર્દાફાશ:પાલેજ પોલીસે એક ઝડપ્યો, ત્રણ વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment