Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ રૂ. 25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું:અમરેલી APMCમાં 2 લાખ ચોરસ ફૂટના શેડ સહિત 10 કાર્યોનું ઉદ્ઘાટન

    4 days ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લામાં કુલ રૂ. 25.23 કરોડના 10 વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેઓ અમરેલી APMC ખાતે એક વિશાળ જનસભાને પણ સંબોધશે. આ વિકાસકાર્યો દ્વારા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, ઊર્જા અને માર્ગ સુવિધાઓમાં વધારો થશે, જેનાથી નાગરિકોને વધુ સગવડો ઉપલબ્ધ બનશે. કયાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું? લોકાર્પણ થનારા કાર્યોમાં સહકાર વિભાગ (APMC) હસ્તક રૂ. 12 કરોડના ખર્ચે નિર્મિત 2 લાખ ચોરસ ફૂટના વિશાળ શેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના સાવરકુંડલાના ઢસેડીપરાથી ખોડિયાર મંદિર સુધી રૂ. 1.20 કરોડના ખર્ચે બનેલા રોડનું પણ લોકાર્પણ થશે. શિક્ષણ વિભાગ હેઠળ રૂ. 6.46 કરોડના પાંચ કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં કુકાવાવ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે બનેલી મોંઘી બા કન્યા શાળા, લાઠી તાલુકાના ટોડા ખાતે રૂ. 1.09 કરોડના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા, રાજુલા તાલુકાના ડોળિયા ખાતે રૂ. 1.06 કરોડના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા, ધારીના છતડીયા ખાતે રૂ. 1.47 કરોડના ખર્ચે બનેલી માધ્યમિક શાળા અને સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ખાતે રૂ. 1.72 કરોડના ખર્ચે બનેલી માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ આરોગ્ય વિભાગ હસ્તક સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે રૂ. 1.52 કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ PGVCL દ્વારા અમરેલી વર્તુળ કચેરીની રૂ. 2.29 કરોડના ખર્ચે નવનિર્મિત બે વિભાગીય કચેરીઓ તથા રાજુલા શહેર અને રાજુલા ગ્રામ્ય વિભાગની રૂ. 1.73 કરોડના ખર્ચે નિર્મિત કચેરીઓનું પણ ઉદ્ઘાટન. આ વિકાસકાર્યોના લોકાર્પણથી સ્થાનિક નાગરિકોને વધુ સારી અને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ પ્રોજેક્ટ્સ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના ગઢડા રોડપર ગુરુકુળ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો:મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો, જિલ્લા ભાજપ દ્વારા આયોજન
    Next Article
    સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને એજન્સીઓ કાર્યરત:ગોમતીપુર અને માધુપુરામાં એજન્સીઓએ દરોડા પાડી મોંઘી વિદેશી દારૂની બોટલો ઝડપી, ત્રણની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment