Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ગઢડા રોડપર ગુરુકુળ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો:મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો, જિલ્લા ભાજપ દ્વારા આયોજન

    2 days ago

    બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદની શેલ્બી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ગુરુકુળ ખાતે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 2000થી વધુ દર્દીઓને લાભ મળવાની શક્યતા છે. આ કેમ્પનો શુભારંભ સંતો અને ભાજપના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. વિશ્વવિખ્યાત ડૉ. વિક્રમ શાહની ટીમના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની મફત તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં જનરલ સર્જરી, સ્પાઈન સર્જરી, ENT, યુરોલોજી, નેફ્રોલોજી તેમજ કેન્સર નિદાન સહિત વિવિધ વિભાગોમાં દર્દીઓને નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆતથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ, 500થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સાંજ સુધીમાં આશરે 2000 જેટલા લોકો કેમ્પનો લાભ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મહામંત્રી વનરાજસિંહ ડાભી, પાલજીભાઈ પરમાર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે આ નિદાન કેમ્પ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા આરોગ્ય કેમ્પો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સુવિધા પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    'ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે':'સહકુટુંબમાં ને ગામડે દીકરી દેવી નથી, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ થશે', રાજકોટ કડવા પાટીદાર સંમેલનમાં રૂપાલા
    Next Article
    મુખ્યમંત્રીએ રૂ. 25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું:અમરેલી APMCમાં 2 લાખ ચોરસ ફૂટના શેડ સહિત 10 કાર્યોનું ઉદ્ઘાટન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment