Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે':'સહકુટુંબમાં ને ગામડે દીકરી દેવી નથી, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ થશે', રાજકોટ કડવા પાટીદાર સંમેલનમાં રૂપાલા

    17 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયા ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે. અહીં રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આયોજિત કડવા પાટીદાર સંમેલન દરમિયાન પરષોત્તમ રૂપાલાએ સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરતા જણાવ્યું હતું કે, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે છે. સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપના લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે ઉમિયાધામના ટ્રસ્ટી જેરામ વાંસજાળીયા, કડવા પાટીદાર સમાજના મૌલેશ ઉકાણી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, નિલેશ ધૂલેશિયા, ચીમન સાપરિયા સહિતના આગેવાનો જોડાયા હતાં. રાજકોટના ઇશ્વરીયા ગામમાં શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે પરંપરા અને પરિવર્તન વિષય પર સામાજિક સંમેલન યોજાયુ હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે પરસોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સિદસર ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયામાં સામાજિક સંમેલન યોજાયુ હતું. જેમાં કયા કયા સામાજિક સુધારાઓની જરૂર છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    હવે અમેરિકાથી LPG લઈને કાર્ગો જહાજ મેંગલુરુ પહોંચ્યું:7 દિવસમાં ગેસ લઈને ચાર જહાજ ભારત આવ્યા; કેન્દ્ર બોલ્યું- ફારસની ખાડીમાં તમામ 22 જહાજ સુરક્ષિત
    Next Article
    બોટાદના ગઢડા રોડપર ગુરુકુળ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો:મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો, જિલ્લા ભાજપ દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment