Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય રમણલાલ પાટકરના પુત્રનું નિધન:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પરિવારને સાંત્વના આપવા ધોડીપાડા આવશે

    1 week ago

    ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના પુત્ર અને ધોડીપાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વિલાસભાઈ પાટકરનું શનિવારે અવસાન થયું છે. આ સમાચાર મળતા જ સમગ્ર વલસાડ જિલ્લા સહિત ઉમરગામ પંથકમાં શોક વ્યાપી ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રવિવારે સવારે 8:00 કલાકે ધોડીપાડા ખાતે ધારાસભ્યના નિવાસ્થાને પહોંચી પરિવારને સાંત્વના પાઠવશે. માત્ર 50 વર્ષની વયે અવસાન પામેલા વિલાસભાઈ પાટકર વિસ્તારમાં લોકપ્રિય અને સેવાભાવી વ્યક્તિત્વ તરીકે જાણીતા હતા. તેમણે 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો હતો અને નાની ઉંમરથી જ પિતાના પગલે ચાલીને સમાજસેવાને જીવનનો મંત્ર બનાવ્યો હતો. વર્ષ 2008 થી 2014 દરમિયાન તેમણે ધોડીપાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગામના વિકાસમાં પાયાનું યોગદાન આપ્યું હતું. તેઓ તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. તેમના મિલનસાર સ્વભાવ અને ગરીબોને મદદ કરવાની વૃત્તિને કારણે તેઓ લોકહૈયે વસેલા હતા. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ અને સ્થાનિક હોદ્દેદારોને પણ સમયસર ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-મહેસાણા હાઈવે પર આઈસર ટ્રકે કારને અડફેટે લેતાં મહિલાનું મોત:ટ્રક પલટીને કાર પર ખાબકતા કારમાં સવાર મહિલા ચગદાઈ ગઈ
    Next Article
    10 લાખની લેતીદેતીમાં કાર પર હુમલો:4 ગાડીઓએ અરટીકાને ઘેરી તોડફોડ કરી; ભાવેશ દેસાઈ સહિત 3 અને અન્ય 6થી7 લોકો સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment