Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 લાખની લેતીદેતીમાં કાર પર હુમલો:4 ગાડીઓએ અરટીકાને ઘેરી તોડફોડ કરી; ભાવેશ દેસાઈ સહિત 3 અને અન્ય 6થી7 લોકો સામે ગુનો

    1 week ago

    પાટણ-ઊંઝા રોડ પર ખોડાભા હોલ પાસે 10 લાખ રૂપિયાની જૂની લેતીદેતીના મામલે એક અરટીકા ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. ચાર ગાડીઓના કાફલાએ અરટીકાને ઘેરીને લોખંડની પાઇપો વડે તોડફોડ કરી હતી, જેમાં અંદાજે 40,000 રૂપિયાનું નુકસાન થયું હતું. ફરિયાદી જાહાજી ઉર્ફે જહુભા ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મિત્ર જીતુભા બળવંતજી રાઠોડ (રહે. મુડેઠા, ડીસા) એ આશરે 12 મહિના પહેલા ભાવેશ દેસાઈના નામે કોઈ પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. આ નાણાકીય લેતીદેતીને કારણે બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.7 માર્ચ, 2026 ના રોજ સાંજે જહુભા અને જીતુભા પોતાની અરટીકા ગાડી (નંબર GJ-02-DP-9995) માં પાટણથી માંડોત્રી ફાર્મ હાઉસ જઈ રહ્યા હતા. ખોડાભા હોલ પાસે નંબર પ્લેટ વગરની ચાર કાળા કલરની ગાડીઓ આવી પહોંચી હતી. તેમાંથી ભાવેશ દેસાઈનો ભાઈ ભાર્ગવ દેસાઈ, અક્કી દેસાઈ, દેવું દેસાઈ અને અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો લોખંડની પાઇપો સાથે ઉતર્યા હતા. આ ટોળાએ જીતુભાને માર મારવાના ઇરાદે ગાડી પર હુમલો કરીને તોડફોડ શરૂ કરી હતી. જીતુભાએ સમયસૂચકતા વાપરીને પોતાની ગાડી અન્ય ગાડીઓ સાથે અથડાવીને ત્યાંથી ભગાવી દીધી હતી અને માંડોત્રી ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. હુમલાખોરોએ તેમનો પીછો કર્યો હતો, પરંતુ ફાર્મ પર અન્ય લોકો હાજર હોવાથી તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ ફરિયાદીએ ભાવેશ દેસાઈનો ફોન પર સંપર્ક કરતા, તેણે જીતુભાને મારવા માટે માણસો મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. આ મામલે પાટણ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવેશ દેસાઈ સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય રમણલાલ પાટકરના પુત્રનું નિધન:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પરિવારને સાંત્વના આપવા ધોડીપાડા આવશે
    Next Article
    રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીને કરંટ લાગતા ગંભીર:કરચિયા રેલવે યાર્ડમાં ખલાસી તરીકે ફરજ બજાવતા કર્મચારીની હાલત નાજુક, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ, પરિવારજનોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment