Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મહેસાણા હાઈવે પર આઈસર ટ્રકે કારને અડફેટે લેતાં મહિલાનું મોત:ટ્રક પલટીને કાર પર ખાબકતા કારમાં સવાર મહિલા ચગદાઈ ગઈ

    1 week ago

    અમદાવાદ મહેસાણા હાઈવે હવે જાણે કે મોતના મુખ સમાન બની રહ્યો છે. આજે કલોલના શેરથા બાયપાસ પાસે વધુ એક કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેકાબૂ બનેલી આઈસર ટ્રકે કારને અડફેટે લીધી હતી. આઈસર ટ્રક પલટી ખાઈને સીધી બાજુમાં જઈ રહેલી કાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર મહિલાનું આઈસર નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો તેમજ ગ્રામજનોએ રોડની ખરાબ હાલત અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ટ્રક પલટીને બાજુમાંથી પસાર થતી કાર પર ખાબકતાં ભૂકો બોલી ગયો ​પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદથી મહેસાણા તરફ જતા હાઈવે પર શેરથા બાયપાસ નજીક પૂરપાટ ઝડપે જતી આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પલટી મારીને બાજુમાં પસાર થતી કાર પર પડતા કારનો ભૂકો બોલાઈ ગયો હતો. કારમાં સવાર મહિલા ચગદાઈ જતાં મોત થયું અંદર બેસેલી મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજન નીચે દબાઈ જવાથી તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત બાદ હાઈવે પર બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતા જ ટોલ રોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જોકે અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારી લોકોનો આક્ષેપ છે કે અમદાવાદ મહેસાણા હાઈવે અત્યંત ખખડધજ હાલતમાં છે અને માર્ગ-મકાન વિભાગ તેમજ GRICL કંપની માત્ર ટોલ ઉઘરાવવામાં રસ ધરાવે છે. પરંતુ રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારી દાખવે છે. રોડની ડિઝાઇન અને સુરક્ષાની અનેક ખામીઓના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. હાલમાં ​અડાલજ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ટ્રકમાં મોટું મશીન હતું તે કાર પર પડ્યું હતું આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહેસાણા તરફથી આઇસર ટ્રકમાં મોટું મશીન હતું. અડાલજ તરફ જતી વેળાએ શેરથા રામદેવપીર મંદિર નજીકના હાઈવે રોડ પર બમ્પ કૂદતા ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હતો. અને ટ્રક પલટીને સીધી કાર પર પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ છે. હાલમાં તપાસ ચાલુ છે. પતિ પત્ની હનુમાનજી મંદિરે દર્શને જતાં હતા ને અકસ્માત મળતી માહિતી મુજબ, આઈસરનો ગાડી નંબર - GJ 01 FT 8467 અને હ્યુન્ડાઈ ઓરા ગાડીનો નંબર - GJ 18 BW 5705 હતો. હ્યુન્ડાઈ ઓરા ગાડીના વાહન ચાલકનું નામ દીપકભાઈ દિનેશચંદ્ર સંઘવી હતું, જેમની ઉંમર 44 વર્ષ જાણવા મળેલ છે અને એન કે ચોક, બારોટ વાસ, કલોલ, ગાંધીનગર ખાતે રહે છે. તેઓને ગાડીમાંથી બહાર કાઢીને 108 મારફતે અડાલજ CHC સેન્ટરમાં રવાના કરવામાં આવ્યાં હતા. તેમના પત્ની મોનિકાબેન દિપકકુમાર સંઘવી (ઉંમર 45 વર્ષ) ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. આ બંને પતિ પત્ની કલોલ તેમના ઘરેથી જમિયતપુરા પ્રભા હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ભાડું 23 માર્ચથી એરલાઇન્સ વધારી શકશે:સરકારે પ્રતિબંધ હટાવ્યો; ઇન્ડિગો સંકટ દરમિયાન ₹18 હજારની મહત્તમ મર્યાદા નક્કી કરી હતી
    Next Article
    ધારાસભ્ય રમણલાલ પાટકરના પુત્રનું નિધન:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પરિવારને સાંત્વના આપવા ધોડીપાડા આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment