Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોનું આક્રંદ:જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો પર આફત

    1 week ago

    ગુરૂવારે સાંજના સમયે વાવાઝોડા સાથે માવઠાથી જિલ્લા ભરમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકશાન થયુ હતુ. ખાસ કરીને ઘઉં, બાજરો અને જુવારનો પાક ઢળી પડયો હતો. ગારિયાધાર તાલુકામાં ગુરૂવારે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવનની ગતિ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો હોય તેમ ખૂબ જ તૈયાર પાકોને નુકશાન થયું છે.ડમરાળા,રૂપાવટી, સાળંગપુર, સમઢિયાળા સહિતના ગામના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ઘઉં,ચણા,જીરૂ ,ઘાસચારો સહિતના રવિપાકોને ભારે નુકશાન પહોંચ્યું છે.હજુ તો દિવાળી પર કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ સહિતના પાકોને નુકશાન થયું હતું ત્યારે હવે રવિ પાકો ઘઉં જીરૂ,ચણા ,સહિતના પાકોને ભારે નુકશાન થયું છે.કેરી સહિતના પાકોને પણ ભારે નુકશાન પહોંચ્યું છે.ખેડૂતો ચિંતિત થયા છે.ખેતરમાં તૈયાર થયેલો પાકનો સોથ વળી ગયો છે. વલભીપુર પંથકમાં ભારે પવનના વંટોળ ગાજવીજ સાથે પડેલા માવઠાના કારણે માત્ર ખેત ઉત્પાદનને નહી પરંતુ ઈંટો પકવતા ભઠ્ઠાવાળાઓ, લાલ મરચા તેમજ અન્ય મરી મસાલાઓના વેપારીઓને પણ માવઠાનો માર સહન કરવાની નોબત આવી છે. જુવારને ખૂબ જ નુકશાન થયું ગુરૂવારે પડેલા ભારે પવન સાથે વરસાદથી જુવારને ખૂબ જ નુકશાન થયું છે. ઘાસચારો આડો પડી ગયો છે.હવે અમારે માલઢોર રાખવા કે નહી તે ખબર પડતી નથી.ખેડૂતોને ચારેકોર નુકશાન થયું છે.હવે આ નુકસાનીનું કરવું શું - ઘનશ્યામભાઈ સભાડિયા, ખેડૂત સારીંગપુર (તા.ગારિયાધાર) ઘઉં,બાજરો અને ઘાસચારો આડો પડી ગયો માવઠાથી અમારે આઠ વીઘાના ઘઉં,પાંચ વિઘાનો બાજરો તેમજ ઘાસચારો આડો પડી ગયો છે. ખૂબજ નુકશાન થયું છે.સરકાર આ નુકશાન થયું તેનું વળતર આપે તેવી અમારી માંગણી છે. - પ્રદીપભાઈ પરમાર, ખેડૂત, સમઢિયાળા (તા.ગારિયાધાર)
    Click here to Read More
    Previous Article
    ભત્રીજાએ કાકા પર કર્યો જીવલેણ હુમલો:કાકાએ રૂપિયા પરત માંગતા ભત્રીજાએ ચાર શખ્સો સાથે એકસંપ કરી મારમાર્યો
    Next Article
    ધીંગાણુ:ગાળો બોલતા બે ભાઇઓને ટપારતા 16 શખ્સોએ ધીંગાણુ સર્જયુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment