Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભત્રીજાએ કાકા પર કર્યો જીવલેણ હુમલો:કાકાએ રૂપિયા પરત માંગતા ભત્રીજાએ ચાર શખ્સો સાથે એકસંપ કરી મારમાર્યો

    1 week ago

    ભાવનગરના ફરીયાદકા ગામે રહેતા એક યુવક તેમની કાર રિપેરીંગ કરીને ઘરે પરત ફરતા હતા. જે દરમિયાન તેમના ભત્રીજાએ કાર થોભાવી, ચાલીસ હજાર પરત આપવા બાબતે કાકા સાથે બોલાચાલી કરી, પાછળથી મોટર સાયકલ લઇને આવેલા બે બુકાનીધારી સહિત ચારેય શખ્સોએ કાર ઉપર ધોકાના ઘા ઝીંકી, નુકશાન કરી, ભત્રીજાએ ત્રણ શખ્સો સાથે એકસંપ કરી, કાકા ઉપર જીવલેણ હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થતાં યુવકે તેમના ભત્રીજા સહિત ચાર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરના ફરિયાદકા ગામે પીપળા વાળા ચોક ખાતે રહેતા સંજયભાઇ વજુભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા તથા અજયભાઇ સહિત ત્રણેય લોકો વેગનઆર કાર લઇને ખોડિયાર મંદિર પાસે રિપેરીંગ કરવા ગયા હતા. બાદમાં કાર લઇને ઘરે પરત ફરતા હતા તે વેળાએ તેમના ભત્રીજા ભૌતિક પપ્પુભાઇ મકવાણાએ સંજયભાઇને ફોન કરીને ચાલીસ હજાર રૂપિયા પરત આપવા વાત કરવા બાબતે નવાગામ પાસે કારને થોભાવી રાખવાનું કિધું હતું. જે બાદ ભૌતિક મકવાણા અને અશ્વિન મનસુખભાઇ બંન્ને બાઇક ઉપર આવી સંજયભાઇ પાસેથી લીધેલા ચાલીસ હજાર રૂપિયા પરત આપવા બાબતે વાતચીત કર્યા બાદ બોલાચાલી કરી હતી. બાઇકમાં આવેલા અન્ય બે અજાણ્યા શખ્સો મળી ચારેય શખ્સોએ સંજયભાઇની કાર ઉપર ધોકાના ઘા ઝીંકી, આગળ તેમજ પાછળના કાચ તોડી નાંખ્યા હતા અને સંજયભાઇ ઉપર હુમલો કરી, ગંભીર મારમારી ફરાર થઇ જતાં સંજયભાઇને સારવાર માટે ખસેડાયા હતા. સારવારમાં રહેલા સંજયભાઇ મકવાણાએ તેમના ભત્રીજાા ભૌતિક પપ્પુભાઇ મકવાણા, અશ્વિન મનસુખભાઇ તેમજ બીજા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગ્રામજનોનો સરપંચ પર હુમલો:પાણવી ગામના વૃદ્ધા સરપંચને બે મહિલા સહિત 4 શખ્સોએ મારમાર્યો
    Next Article
    ખેડૂતોનું આક્રંદ:જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો પર આફત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment