Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 16 વર્ષથી યોજાતા રાસ ઉત્સવમાં ગરબા ગુરુ શિરોમણી હરીફાઈ:સર્વ સમાજને નિ:શુલ્ક પ્રવેશ, વિજેતાઓને ઇનામ; હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવવા આયોજન

    9 hours ago

    વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન પ્રમુખ દામજીભાઈ ફોફાંડી અધ્યક્ષ લખમભાઈ ભેસલા, જગદીશભાઈ ફોફાંડી, નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, પૂર્વ નગર પાલિકા પ્રમુખ કિરીટભાઇ ફોફંડી,બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, નગરસેવક વિજય માલવડી, કનૈયા દોરીયા, સંજય કુહાડા, મનીષ સુયાણી, ધનસુખ વધાવી સહિત ખારવા સમાજના અગ્રણીઓ દ્વારા વેરાવળ શહેરમાં હિન્દુ સંસ્કૃતિની પરંપરા ને જાળવી રાખવા વેરાવળ કે સીસી ગ્રાઉન્ડ ખાતે 'રંગીલો રાસ ઉત્સવ'નું આયોજન કરાયું છે. હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવવા યોજાતો આ નવ દિવસીય ઉત્સવ સતત 16મું વર્ષ છે. તેમાં કોઈ પણ જ્ઞાતિના ભાઈઓ-બહેનોને વિનામૂલ્યે પ્રવેશ અપાય છે. આ આયોજનમાં જગદંબાની સ્થાપના અને મહાઆરતી બાદ જનરલ રાસ અને વિવિધ હરીફાઈઓ યોજાય છે. જેમાં ગ્રુપ રાસ, ફ્રી સ્ટાઇલ અને ગુજરાતમાં પ્રથમ ગરબા ગુરુ શિરોમણી હરીફાઈ મુખ્ય છે. આ નજારો જોવા ગીર સોમનાથ જિલ્લા સહિત ગુજરાતભરમાંથી લોકો આવે છે. અહીં કોઈ એન્ટ્રી પાસ વગર પ્રવેશ મળે છે. વહીવટી તંત્ર અને પોલીસ સુરક્ષા પૂરી પાડે છે. રાષ્ટ્રીય ગાન, સ્વચ્છ ભારત અભિયાન, શસ્ત્ર પૂજા, શહીદોને શ્રદ્ધાંજલિ અને રક્તદાન જેવા કાર્યક્રમો પણ યોજાય છે. બહેનો અને જરૂરિયાતમંદોને નિ:શુલ્ક સ્ટોલ ફાળવાય છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રગ એક્ટિવિસ્ટ હત્યાકાંડ, SHO સસ્પેન્ડ, DSP સામે કાર્યવાહી કરવાની ભલામણ:હત્યાના વિરોધમાં પંજાબ બંધ, સ્કૂલોમાં રજા, બજારો પણ બંધ, ભટિંડા-ચંડીગઢ હાઈવે જામ
    Next Article
    સુરતમાં કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યાં:કેટલાક શ્રમિકો બચવા માટે ભાગ્યાં, અત્યાર સુધીમાં 70ની અટકાયત; એમ્બ્રોડરીના એકમોમાં રવિવારની રજા સહિતની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment