Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ એક્ટિવિસ્ટ હત્યાકાંડ, SHO સસ્પેન્ડ, DSP સામે કાર્યવાહી કરવાની ભલામણ:હત્યાના વિરોધમાં પંજાબ બંધ, સ્કૂલોમાં રજા, બજારો પણ બંધ, ભટિંડા-ચંડીગઢ હાઈવે જામ

    8 hours ago

    એન્ટી ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર ઝોટાની હત્યાના વિરોધમાં આજે 15 ઑક્ટોબરે પંજાબ બંધનું એલાન આપવામાં આવ્યું છે. લુધિયાણા, પઠાણકોટ, ગુરદાસપુર, બઠિંડા, માનસા અને જલંધરમાં ખાનગી સ્કૂલો-કૉલેજો બંધ છે. સરકારી સ્કૂલોમાં રજા નથી, પરંતુ વિદ્યાર્થીઓ આવ્યા નથી. ખેડૂત સંગઠન સિદ્ધૂપુરે બઠિંડા-ચંડીગઢ હાઇવે જામ કરી દીધો. તમામ જિલ્લાઓમાં બજારો પણ બંધ રાખવામાં આવ્યા છે. બઠિંડા અને ફરીદકોટમાં પોલીસે ખેડૂત નેતાઓને કસ્ટડીમાં લીધા છે. બંધ માટે સવારે 6 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન માનસાના SSP વૈભવ ચૌધરીએ માનસા સિટી પોલીસ સ્ટેશન-2ની SHO બેઅંત કૌરને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે DSP હરજિન્દર સિંહ ગિલ વિરુદ્ધ તપાસ માટે DGP કાર્યાલયને ભલામણ કરવામાં આવી છે. પરવિંદર ઝોટાની 13 ઑક્ટોબરે માનસામાં નશીલા પદાર્થો વેચવાનો વિરોધ કરવા બદલ મેડિકલ સ્ટોરના માલિક અશ્વિની કુમારે ગોળી મારીને હત્યા કરી હતી. ઝોટાના પિતા ભીમ સિંહે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમણે આ હત્યાકાંડની CBI તપાસની માંગ કરી છે. પટ્ટીમાં કુલ્લા ચોક ખાતે ખેડૂતોએ સરકારનું પૂતળું સળગાવ્યું. માનસાના ડીસીટીકોની ચોક ખાતે વિરોધ પ્રદર્શન આરોપી કેમિસ્ટની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવી પંજાબ બંધની વ્યાપક અસરને ધ્યાનમાં લેતા AAP સરકાર હરકતમાં આવી ગઈ છે. માનસામાં SHO બેઅંત કૌરને સસ્પેન્ડ કર્યા બાદ આરોપી કેમિસ્ટ અશ્વિનીની પત્ની નીલમ રાણીને કસ્ટડીમાં લેવામાં આવી છે. તેના પર આરોપ છે કે હત્યા બાદ તેણે પતિને ભગાડવામાં મદદ કરી. મેડિકલ સ્ટોર તેના જ નામે ચાલી રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાઈફલ જામ થઈ ને અમેરિકામાં અનેક હિંદુઓનો જીવ બચ્યો:નવરાત્રિના પહેલાં દિવસે કટ્ટરપંથીએ મંદિર પર ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો, પોલીસે ધરપકડ કરી
    Next Article
    વેરાવળમાં 16 વર્ષથી યોજાતા રાસ ઉત્સવમાં ગરબા ગુરુ શિરોમણી હરીફાઈ:સર્વ સમાજને નિ:શુલ્ક પ્રવેશ, વિજેતાઓને ઇનામ; હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવવા આયોજન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment