Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષાના તણાવની અસર:બોર્ડના પરિણામ પહેલાં જ તણાવનો વિસ્ફોટ, બે વિદ્યાર્થીએ ફિનાઇલ પી લીધું

    1 week ago

    રાજકોટ શહેરમાં પરીક્ષાનું દબાણ અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા વચ્ચે બે અલગ અલગ બનાવોમાં સગીરોએ આપઘાતનો પ્રયાસ કરતા ચિંતા વ્યાપી ગઈ છે. બંને બનાવોમાં ફિનાઈલ પી જવાની ઘટના સામે આવી છે અને બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રથમ બનાવ શહેરના થોરાળા વિસ્તારમાં બન્યો હતો, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય વિદ્યાર્થી ઇતિહાસનું પેપર નબળું જતા ભારે ટેન્શનમાં આવી ગયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ તે સતત માનસિક દબાણમાં રહેતો હતો. ગઈકાલે સાંજે પોતાના ઘરે તેણે ફિનાઈલ પી લીધી હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તરત જ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી અને વિદ્યાર્થીનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરાઈ હતી. તબીબોના જણાવ્યા મુજબ હાલ તેની તબિયત સ્થિર છે. બીજો બનાવ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલી ટાઉનશિપ વિસ્તારમાં બન્યો હતો. અહીં 17 વર્ષની સગીરા ધોરણ 10 બાદ શું કરવું તે મુદ્દે લાંબા સમયથી ગૂંચવણ અને ચિંતામાં હતી. યોગ્ય માર્ગદર્શન ન મળતા તે માનસિક રીતે પરેશાન રહેતી હતી. ગઈકાલે મધરાતે પરિવારજનો સૂતા હતા ત્યારે તેણે ઘરે ફિનાઈલ પી લીધું હતું. થોડીવાર બાદ ઊલટી અને ઊબકા થતા પરિવારજનો જાગી ગયા હતા. પૂછપરછમાં સગીરાએ ફિનાઈલ પીધાનું જણાવ્યું હતું. તરત જ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું હતું કે, સમયસર સારવાર મળતા સગીરાની સ્થિતિ પણ હાલ સ્થિર છે. આ બંને બનાવોએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, પરીક્ષાનું દબાણ અને કારકિર્દી અંગેની અનિશ્ચિતતા સગીરો પર ભારે પડી રહી છે. નિષ્ણાતોના મત મુજબ આવા સમયમાં માતા-પિતા અને શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને માનસિક સહારો અત્યંત જરૂરી બની જાય છે.
    Click here to Read More
    Previous Article
    સન્ડે બિગ સ્ટોરી:365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણનો એક્શન પ્લાન
    Next Article
    મિલેટ મેળાનું આયોજન કરાયું:મિલેટ મેળામાં રાગીની ઇડલી, પાણીપૂરી, પિત્ઝા આકર્ષણ બન્યા, 11 હજાર લોકોએ મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment