Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહીશો પરેશાન:નવાયાર્ડના લોકોને ગંધ મારતા પાણીની સજા, પીવાનું પાણી ખરીદવા મજબૂર

    1 week ago

    નવાયાર્ડ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા ફરીથી ગંભીર બની છે. રામેશ્વરની ચાલમાં છેલ્લા 2 મહિનાથી કાળા અને દુર્ગંધવાળા પાણીની ફરિયાદો ઊઠી રહી છે. પાણી પીવા યોગ્ય ન હોવાથી રહીશો ચોખ્ખું પાણી ખરીદી કરીને લાવવા મજબૂર બન્યા છે. પાલિકા દ્વારા મળતું પાણી કાળા રંગનું અને દુર્ગંધયુક્ત આવી રહ્યું છે. પૂર્વ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, નિયમિત પાણી ન મળતાં લોકો વધારાનો ખર્ચ કરી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ તરફથી સમયસર કામગીરી ન થતાં સમસ્યા વધુ ગંભીર બની રહી છે. તંત્ર દ્વારા લાઈનના સમારકામમાં વિલંબ થતાં પરિસ્થિતિ વિકટ બની છે. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થવાની શક્યતા છે. બીજી તરફ નવાયાર્ડની કુમાર ચાલ પાછળ આવેલી ભીલ ચાલમાં પણ ગંદા પાણીની સમસ્યા યથાવત્ છે. અહીં પણ તંત્ર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે, જેને કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. સરસ્વતીનગર પાસે 2 મહિનાથી મેઈન હોલ બેસી ગયો હોવા છતાં સમારકામ કરાતું નથી નવાયાર્ડના સરસ્વતી નગર અને નવી રામવાડી વચ્ચે છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજ લાઈનનું ચેમ્બર બેસી ગયું છે. જેને કારણે ગંદા પાણીથી લાઈનો ભરાઈ ગઈ છે. 2 મહિનાથી આ સમસ્યા છે, પરંતુ મજૂરો નહીં હોવાનું બહાનું કાઢી કામ કરવામાં આવી રહ્યું નથી. જેને કારણે લોકોને ગંદા પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શાસ્ત્રી બ્રિજ નજીક 3 મહિનાથી ગટર ઊભરાય છે, કાયમી ઉકેલ લવાતો નથી પૂર્વ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા શંકરવાડી અને હરિકૃષ્ણ એપાર્ટમેન્ટ વિસ્તારમાં 3 મહિનાથી ગટર ઊભરાય છે. ગટરની નિયમિત સફાઈ ન થતાં ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે. શંકરવાડીમાં તો ઘરની બહાર જ ગટરનું પાણી ઊભરાતું હોવાથી રહીશો માટે જીવવું મુશ્કેલ બન્યું છે. મહત્વનું છે કે, નવાયાર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી વિવિધ ચાલમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠે છે, પરંતુ કાયમી ઉકેલ આવતો નથી.
    Click here to Read More
    Previous Article
    વડસર જમીન કૌભાંડ:બોગસ ખેડૂત મનોજ વણકર રેલવે ભરતી કાંડનો આરોપી નીકળ્યો
    Next Article
    ધરપકડ:મંદિરમાંથી 1.56 લાખ ચોરનાર બે શખ્સો દાનપેટી સાથે પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment