Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડસર જમીન કૌભાંડ:બોગસ ખેડૂત મનોજ વણકર રેલવે ભરતી કાંડનો આરોપી નીકળ્યો

    1 week ago

    વડસરની જમીનના કૌભાંડમાં બોગસ ખેડૂત બનનારો મનોજ વણકર વર્ષ 2019ના રેલ્વે ભરતી કૌભાંડનો આરોપી નિકળ્યો છે. વર્ષ 2019ના રેલ્વે ભરતી કૌભાંડના 1 વર્ષ બાદ 2020માં જ આરોપી બોગસ ખેડૂત બન્યો હતો. આ ઉપરાંત માંજલપુર પોલીસે ઝડપાયેલો બીજો આરોપી હાલોલનો પંકજ પંચાલ વડોદરા શહેર અને જિલ્લામાં પડી રહેલી બિનવારસી જમીનો શોધીને તેનું કૌભાંડ કરતો હતો. ઉલ્લેખનિય છે કે, કૌભાંડી પંકજ પંચાલ વિરૂધ્ધ અગાઉ પણ જમીનની છેતરપીંડી કરવાના 3થી 4 ગુના નોંધાયેલા હોવાનું માંજલપુર પોલીસે જણાવ્યું છે. આ પહેલા વડસરની સીમમાં આવેલી જમીનના મુળ માલિક રમેશભાઈ પટેલે અમદાવાદના હસમુખ પટેલ અને કાવીના નરેન્દ્ર પરમાર વિરૂધ્ધ ખોટી સહિ, દસ્તાવેજ, ખોટી પાવર ઓફ એટર્ની બનાવી રૂા.1.22 કરોડમાં દસ્તાવેજ કરી લેતાં માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મનોજ વણકરના રિમાન્ડ મેળવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરી રહી છે. જેમાં તે કેટલા કિસ્સામાં બોગસ ખેડૂત બનીને છેતરપીંડી આચરી છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે પંકજ પંચાલ અંગે વધુમાં જણાવ્યું હતું કે, તેના વિરૂધ્ધ જમીન પચાવી પાડવાના 3થી વધુ ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે. વડસરની જમીન શોધવામાં પંકજનો રોલ છે. તેને આ જમીન શોધીને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉભા કરવા, ખોટી સહિઓ કરવી, ફરિયાદી અને તેના ભાગીદારોની જાણ બહાર બોગસ ખેડૂતો ઉભા કરવા સહિતના કામો કર્યાં છે. જ્યારે આ કેસમાં ખોટા દસ્તાવેજો ઉભા કરવા, સ્ટેમ્પ પેપર તેમજ જમીન પચાવી પાડવામાં અન્ય ભુમિકા ભજવનારા આરોપીઓના નામ પણ ખુલ્યાં છે. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ પહેલા પોલીસે કાવીના નરેન્દ્ર પરમારની ધરપકડ કરી હતી. માલિકોમાં એકનું અવસાન થતાં વકીલને વારસાઇનું કામ સોંપ્યું, તપાસમાં 7-12માં નામ જ નીકળી ગયાં હતાં કારેલીબાગની અલ્કેશ સોસાયટીમાં રહેતા 68 વર્ષિય રમેશભાઈ પટેલે તેમના મુંબઈના બે મિત્રો હર્ષદભાઈ ગોરડીયા અને પ્રમોદભાઈ ગરોડીયા સાથે ભાગીદારીમાં વડસરની સીમમાં જમીન ખરીદી હતી. જેનો દસ્તાવેજ 23 જુલાઈ, 1996એ કર્યો હતો. ભાગીદાર હર્ષદભાઈ ગોરડીયા 2024માં અવસાન થતાં તેમના દિકરાઓની આ જમીનમાં વારસાઈ કરાવવા વકીલને કામ સોંપ્યું હતું. વકીલે જમીનનો 7-12 અને સબ રજીસ્ટ્રારના રેકોર્ડમાં તપાસ કરતા જમીન લેનાર તરીકે હસમુખભાઈ શંકરભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પરમારનું નામ હતું. વેચનાર તરીકે ફરિયાદી અને તેમના ભાગીદારોના નામ લખી ત્રણેયના ખોટા આધારકાર્ડ બનાવી જમીનનો 1.22 કરોડનો વેચાણ દસ્તાવેજ 14 જુલાઈ 2020ના રોજ કરી દેવાયો હતો. મૂળ ભાગીદારો પૈકી મુંબઇના એક મૃત ભાગીદારના નામનું પણ પાવર ઓફ એટર્ની બનાવી દીધું હતું ગઠિયાએ રૂ.1.22 કરોડમાં દસ્તાવેજ કરી ફરિયાદીના ભાગીદાર પ્રમોદભાઈ ગોરડીયા જીવીત હોવા છતાં તેમના નામે નકલી પાવર ઓફ એટર્ની તેમજ મૃતક ભાગીદારના નામે પણ રજીસ્ટ્રાર પાવર ઓફ એટર્ની બનાવી હતી. દસ્તાવેજમાં અમદાવાદના આશ્રમ રોડ શાખાના વિજયા બેંકના 6 ચેક આપ્યાંનું પોલીસે જણાવ્યું હતું. વેચાણ દસ્તાવેજમાં તેમના આધારકાર્ડનો નંબર ખોટો લખાવ્યો હતો. ખોટી સહિઓ કરી અન્યના ફોટા ચોંટાડી મળતિયાઓને ઉભા રાખ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:ઓપન બાર કેસમાં સંગઠિત ગુનાની કલમ લાગતાં દારૂ પીતાં પકડાયેલા પણ જેલ ભેગા
    Next Article
    રહીશો પરેશાન:નવાયાર્ડના લોકોને ગંધ મારતા પાણીની સજા, પીવાનું પાણી ખરીદવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment