Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:ઓપન બાર કેસમાં સંગઠિત ગુનાની કલમ લાગતાં દારૂ પીતાં પકડાયેલા પણ જેલ ભેગા

    1 week ago

    ગોરવામાં SMCએ રેડ કરી દારૂનો ઓપન બાર પકડ્યો હતો. જવાહર નગર પોલીસ મથકે દારૂ પીધા અંગેનો ગુનો નોંધાયા બાદ તપાસ છાણી પોલીસને સોંપાઇ છે. જ્યારે પોલીસે બુટલેગર સહિત 13 ગ્રાહકોને પણ કોર્ટમાં રજૂ કરતાં તેમને જેલભેગા કરવાનો હૂકમ કોર્ટે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે 10 લાખનો દારૂ, વાહનો મોબાઇલ મળી 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગોરવાના બુટલેગર કિરણ ઉર્ફે કિશુ અને ભાવેશ પટેલે સંગઠિત ગેંગ બનાવી હતી. જેમાં દુકાન અને લક્ઝુરિયસ ગાડીઓને જ ‘ઓપન બાર’ બનાવી દીધા હતા. અહીં માત્ર દારૂ વેચાતો જ નહોતો, પરંતુ ગ્રાહકોને બેસીને પીવા માટે ચણા-સીંગ અને ગ્લાસની પણ વ્યવસ્થા પૂરી પડાતી હતી. પોલીસે રેડ દરમિયાન 2140 નંગ દારૂની બોટલો, 12 વાહનો અને 16 મોબાઈલ સહિત કુલ 29.50નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન દારૂની મહેફિલ માણતા 11 ગ્રાહકો પણ ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર ભાવેશ પટેલ અને સાગરીત બુટલેગર દેવનાથ ઉર્ફે બાબુ વૃંદાવન યાદવ હાલ ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે ગુનો જવાહરનગર પોલીસ મથકે નોંધાયો હતો.જેની તપાસ છાણી પોલીસને સોંપવામાં આવી હતી. છાણી પોલીસે ફરાર બુટલેગર ભાવેશ ઉર્ફે ભાવો મનહર પટેલ અને દેવનાથ ઉર્ફે બાબુ વૃંદાવન યાદવની શોધખોળ હાથ ધરી છે. જ્યારે ઝડપાયેલા બુટલેગર કિરણ ઉર્ફે કિરું ચંદ્રસિંહ પરમારની પૂછપરછ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા એની તપાસ શરૂ કરી છે. ગ્રાહકો-બૂટલેગરોના નામ એકસાથે હોવાથી જેલમાં નવા કાયદા પ્રમાણે 7 વર્ષથી ઓછી સજા ધરાવતા ગુનામાં આરોપીને પોલીસ મથકેથી જ જામીન આપવામાં આવે છે. જવાહરનગર પોલીસ મથકે SMCએ દારૂના પિઠા અંગેનો મામલો નોંધાવ્યો હતો. જેમાં સંગઠિત અપરાધ અંગેની કલમ 111-3 અને 111 -4 ની કલમ લગાવી છે. જેમાં 10 વર્ષની સજાનું પ્રાવધાન છે. મામલા અંગેની ફરિયાદમાં બૂટલેગરો અને 11 ગ્રાહકોના નામ એક સાથે હોવાથી છાણી પોલીસે તમામને અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં અદાલતે ગંભીર પ્રકારની કલમ હોવાથી તમામને જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. પરિણામે તમામ ગ્રાહકોનો સામાન્ય ગુનો હોવા છતાં જેલમાં ધકેલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:વાલોડના બાજીપુરા ગામમાં ચકલી- પોપટના જુગાર પર દરોડો, 5 ઝડપાયા
    Next Article
    વડસર જમીન કૌભાંડ:બોગસ ખેડૂત મનોજ વણકર રેલવે ભરતી કાંડનો આરોપી નીકળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment