Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઇન્ટથી બિયરના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો:કાર અકસ્માત બાદ પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો, 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત

    18 hours ago

    ગાંધીનગર ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી પૂરઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ ફોક્સવેગન પોલો કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે ભાગવાની ફિરાકમાં અન્ય એક અજાણ્યા વાહનને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતના પગલે કાર સ્પોટ પર જ થંભી જતા પોલીસે ફિલ્મી ઢબે કારને કોર્ડન કરી આરોપીને બળપ્રયોગ પૂર્વક ઝડપી બિયરના જથ્થા સાથે 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલોમાં દારૂ અમદાવાદ તરફ લઈ જતો હતો ને દબોચાયો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસે વાહન ચેકિંગમાં તૈનાત હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે, હિંમતનગર તરફથી એક સફેદ કલરની પોલો કાર (નં. GJ-02-BD-9715)માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લાદીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. કારને પૂરઝડપે ભગાવીને એક વાહનને ટક્કર મારી આ બાતમીના આધારે પોલીસ સ્ટાફે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન બાતમી વાળી કાર આવતા જ પોલીસે તેને સાઇડમાં રોકવા માટે હાથનો ઇશારો કર્યો હતો. પરંતુ પોલીસને જોઈને ગભરાઈ ગયેલા ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે કારને પૂરઝડપે છાલા તરફ ભગાડી મૂકી હતી. આ નાસભાગ દરમિયાન આગળ જતાં એક અજાણ્યા વાહન સાથે કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. જેના કારણે કારના આગળના ભાગના ફુરચા ઊડી ગયા હતા અને કાચ પણ તૂટી ગયો હતો. અને કાર ત્યાં જ થંભી ગઈ હતી. કાર અકસ્માત બાદ પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરને દબોચ્યો બાદમાં પોલીસે તુરંત જ કારને ચારેય તરફથી ઘેરી લીધી હતી. જેથી કાર ચાલકે પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગવાનો આખરી પ્રયાસ કર્યો હતો.પરંતુ પોલીસે તેને કોર્ડન કરીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અતુલ રાજુભાઈ ભાવસાર (રહે. મેઘાણીનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. બિયરના 234 નંગ ટીન સહિત 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે કારની પાછળની સીટ તેમજ ડેકીના ભાગે તપાસ કરતા પુઠ્ઠાના બોક્સમાંથી બિયરના કુલ 234 નંગ ટીન મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે બિયરનો જથ્થો, કાર સહિત 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરની વધુ પૂછતાછ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વનું પ્રથમ 15 મિનિટ યોગ સિટી:21 જૂને યોગ દિવસથી 426 યોગ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, લોકો ઘરની નજીક યોગા કરી ફિટનેસ જાળવી શકશે
    Next Article
    ગોધરાના ટીંબા રોડના ફાટક પર ટ્રેનની અડફેટે યુવકનું મોત:જમણા હાથે જય ગોગા લખેલું ટેટૂ, પંડ્યાપુરા રેલવે ફાટક પાસે ટ્રેક પર લાશ પડી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment