Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ટીંબા રોડના ફાટક પર ટ્રેનની અડફેટે યુવકનું મોત:જમણા હાથે જય ગોગા લખેલું ટેટૂ, પંડ્યાપુરા રેલવે ફાટક પાસે ટ્રેક પર લાશ પડી હતી

    20 hours ago

    ગોધરા તાલુકાના ટીંબા રોડ પર આવેલા પંડ્યાપુરા રેલવે ફાટક નજીકથી આશરે 30 વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત ટ્રેનની અડફેટે આવવાને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પંડ્યાપુરા રેલ્વે ફાટક પાસે ટ્રેક પર એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ગોધરા રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકના જમણા હાથ પર "જય ગોગા" લખેલું ટેટૂ મળી આવ્યું છે, જે તેની ઓળખ માટે મહત્વની કડી સાબિત થઈ શકે તેમ છે. હાલમાં ગોધરા રેલ્વે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, આ અજાણ્યા યુવકના વાલીવારસો તેમજ સગા-સંબંધીઓની ભાળ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ યુવક અંગે કોઈને પણ માહિતી હોય તો રેલ્વે પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઇન્ટથી બિયરના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો:કાર અકસ્માત બાદ પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો, 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ:રૂપિયાની સગવડ થશે એટલે લગ્ન કરીશું કહી પ્રેમમાં ફસાવી, 3 માસની બાળકી સાથે યુવતીને તરછોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment