Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોને ભારે હાલાકી:દાદરા મેળામાં ડિઝિટલ પેમેન્ટ લેવાનું બંધ થયું

    1 week ago

    દાનહના દાદરા ગાર્ડન પાસે ચાલતા મેળામાં દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે પરંતુ મેળામાં લગાવવામાં આવેલી વિવિધ રાઇડ્સ અને કેટલીક દુકાનો પર ડીજીટલ યુપીઆઈ/ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવામાં આવતા ન હોય લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારો દ્વારા ખુલ્લેઆમ ડિજીટલ લેવડ દેવડ માટે ના પાડવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવી છે. સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે મેળામા આવતા લોકોની સુવિધા માટે ડીજીટલ પેમેન્ટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામા આવે જેથી ડીજીટલ ઇન્ડિયાની ભાવના અનુરૂપ પારદર્શી અને સુવિધાજનક લેવડ દેવડ સંભવ થઇ શકે.બીજી તરફ એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે દાદરા મેઈન રોડ પર મેળો લગાવવાની પરમિશન કોણે આપી ?વર્ષોથી ચાલી આવતો ગુજરાતના લવાછા વિસ્તારમા મેઈન રોડ પર લાગતો મેળો છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગામની અંદર ખાલી મેદાનમાં લગાવવામાં આવે છે.અને મેઈન રોડ પરથી હટાવવામાં આવ્યો છે.જેથી મેઈન રોડ પર વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે.અહીં રોજના ટ્રાફિક સમસ્યા થઇ રહી છે.અગર કોઈ દુર્ઘટના થાય તો એનો જવાબદાર કોણ?
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો ચિંતાતુર બન્યા:જિલ્લામાં હવામાનના પલટાથી કેરીના પાકને 30 ટકા નુકસાન થયું
    Next Article
    બેઠક:જિલ્લામાં 12.75 કરોડના ખર્ચે STP, રોડ, ડસ્ટબીન સહિત 623 કામ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment