Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:જિલ્લામાં 12.75 કરોડના ખર્ચે STP, રોડ, ડસ્ટબીન સહિત 623 કામ થશે

    1 week ago

    રાજ્યના આદિજાતિ વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી તથા વલસાડ જિલ્લા પ્રભારી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીએ વર્ષ 2026-27 માટે જિલ્લામાં આવેલા 6 તાલુકાઓ માટે 15 ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂ. 11.50 કરોડના કુલ 612 વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી. તાલુકાવાર મંજૂર થયેલ કામોમાં ધરમપુરમાં રૂ. 250 લાખના 89 કામો, કપરાડામાં રૂ. 200 લાખના 161 કામો, પારડીમાં રૂ. 150 લાખના 63 કામો, ઉમરગામમાં રૂ. 200 લાખના 82 કામો, નાનાપોંઢામાં રૂ. 150 લાખના 104 કામો અને વલસાડ તાલુકામાં રૂ. 200 લાખના 113 કામોનો સમાવેશ થાય છે. મંત્રીએ વર્ષ 2023-24 થી 2025-26 દરમિયાન મંજૂર કરાયેલા કામોની પ્રગતિની સમીક્ષા કરતાં અધૂરા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમજ તમામ કાર્યો ગુણવત્તાપૂર્વક અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો. આગામી ચોમાસા પહેલા પાણી પુરવઠા સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરવાની તેમજ કોઈપણ વિસ્તારમાં પાણીની તંગી ન ઊભી થાય તેની કાળજી રાખવા પણ મંત્રીએ સૂચના આપી હતી. મંજૂર કરાયેલા કાર્યોમાં ગ્રામ્ય રસ્તાઓ, ડામર રોડ, જાહેર શૌચાલય, ગટર વ્યવસ્થા, પાણીના હેન્ડપંપ, મોટર અને સ્ટ્રીટ લાઇટ જેવા મૂળભૂત સુવિધાઓના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, જિલ્લામાં નગરપાલિકા કક્ષાએ રૂ. 1.25 કરોડના 11 કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી, જેમાં એસ.ટી.પી., ડામર રોડ, ડસ્ટબીન અને આર.સી.સી. રોડ જેવા કાર્યોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    લોકોને ભારે હાલાકી:દાદરા મેળામાં ડિઝિટલ પેમેન્ટ લેવાનું બંધ થયું
    Next Article
    શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ:પરિક્રમાવાસીઓ માટે નર્મદા કાંઠે પલંગ-ગાદલા‎અને ઠંડા પાણીની વ્યવસ્થા, ત્રણ ડોમ બનાવાયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment