Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ:પરિક્રમાવાસીઓ માટે નર્મદા કાંઠે પલંગ-ગાદલા‎અને ઠંડા પાણીની વ્યવસ્થા, ત્રણ ડોમ બનાવાયા‎

    1 week ago

    ચૈત્ર માસ નિમિત્તે યોજાતી પવિત્ર ‘ઉત્તરવાહિની નર્મદા પંચકોશી પરિક્રમા’માં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. શનિ-રવિની રજાઓમાં પરિક્રમાવાસીઓની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. માત્ર ત્રણ દિવસમાં જ આ આંકડો 1 લાખને પાર કરી ગયો છે, જ્યારે રવિવારે પણ ભક્તોનું આગમન સતત ચાલુ રહ્યું હતું. શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ સુવિધાઓ સાથે સજ્જ બન્યું છે. ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે જેટી, બોટ, લાઈફ જેકેટ અને લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, ભક્તોને ન્હાવા માટેના ઘાટ અને મહિલાઓ માટે ચેન્જિંગ રૂમની અલગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કંટ્રોલ રૂમ અને સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય સુવિધા તેમજ મિશન મંગલમની બહેનો દ્વારા ચા-નાસ્તાના સ્ટોલ પણ શરૂ કરવામાં આવ્યા છે. ભક્તો નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસીને પરિક્રમા કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને, આ વખતે શહેરાવ ઘાટ પર વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં બેસવા માટે ખુરશીઓ સાથે આરામ કરવા માટે પલંગ અને ગાદલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો ગરમીમાં શાંતિથી વિસામો લઈ શકે તે માટે પંખા અને ઠંડા પીવાના પાણીની પણ સગવડ કરવામાં આવી છે. શહેરાવ ઘાટ પર ખાસ વીઆઈપી વિસામાનું આકર્ષણ આ વર્ષે શહેરાવ ઘાટ પર ખાસ આકર્ષણ જોવા મળ્યું છે. અહીં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ભક્તોના આરામ માટે ખુરશીઓ, પલંગ અને ગાદલાની સુવિધા અપાઈ છે. ગરમીથી બચવા પંખા અને ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ શાંતિથી વિશ્રામ કરી શકે. 18મી માર્ચ (રાત્રે) 2,000 ભક્તો 19મી માર્ચ 9,000 ભક્તો 20મી માર્ચ 14,000 ભક્તો 21મી માર્ચ (શનિવાર બપોર સુધી) 20,000 ભક્તો ભક્તોની વધતી સંખ્યાને જોતા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે જેટી, બોટ, લાઈફ જેકેટ અને નદી કિનારે લાઈટિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સ્નાન માટેના ઘાટ અને મહિલાઓ માટે ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બેઠક:જિલ્લામાં 12.75 કરોડના ખર્ચે STP, રોડ, ડસ્ટબીન સહિત 623 કામ થશે
    Next Article
    હાશકારો:ખડકુ ગામની સીમમાં પાંજરૂ મૂક્યાં બાદ પાંચમાં દિવસે દીપડો પૂરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment