Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં યુવાનને 30% વ્યાજે પૈસા આપી ધમકી:બે વ્યાજખોર સામે પઠાણી ઉઘરાણી અને ચેક રિટર્નની ફરિયાદ

    2 weeks ago

    મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા એક યુવાને બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવાનને 30 ટકાના ઊંચા માસિક વ્યાજે રૂપિયા આપી, વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધા બાદ પણ વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. ફરિયાદી પારસભાઈ રમેશભાઈ રૈયાણી (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પરબતભાઈ સવજીભાઈ રબારી (રહે. કોયલી) અને નિકુંજ ઉર્ફે નીતિનભાઈ વાસિયાંગભાઈ જારીયા (રહે. ગજડી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2025ના દસમા મહિનામાં તેમને રૂપિયાની જરૂર પડતાં અલગ અલગ તારીખે આ બંને શખસ પાસેથી 30 ટકાના ઊંચા માસિક વ્યાજે રૂપિયા લીધા હતા. પારસભાઈએ પરબતભાઈ પાસેથી 4,00,000 રૂપિયા અને નિકુંજ પાસેથી 1,50,000 રૂપિયા લીધા હતા. આ રકમ સામે આરોપીઓએ ગેરંટી તરીકે ફરિયાદીની સહીવાળા કોરા ચેક અને હાથ ઉછીના રૂપિયાનું લખાણ કરાવી લીધું હતું. ફરિયાદીએ પરબત રબારીને અત્યાર સુધીમાં 8.40 લાખ રૂપિયા અને નિકુંજ જારીયાને 1.35 લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા છે. તેમ છતાં, આરોપીઓ દ્વારા મૂળ રકમ અને વ્યાજની બળજબરીપૂર્વક ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ ઉપરાંત, વ્યાજખોરોએ અગાઉ લીધેલા કોરા ચેકને બેંકમાં જમા કરાવી ચેક રિટર્નનો કેસ કરવાની ધમકી આપી નોટિસ પણ મોકલાવી હતી, જેના કારણે ફરિયાદીને માનસિક ત્રાસ ભોગવવો પડ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના શનાળા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત:દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવા માંગ
    Next Article
    વિઠ્ઠલભાઈએ પથરાળ ડુંગર પર 25,000 વૃક્ષ ઉછેર્યા:22 વર્ષની મહેનતથી 100 વીઘા જમીનને હરિયાળી બનાવી; પાણી માટેના 36 બોરવેલમાંથી 34 નિષ્ફળ ગયા છતાં અટક્યા નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment