Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:હાલોલ કેનાલમાંથી બરાનપુરાના આધેડનો મૃતદેહ તરતો મળ્યો,મોતનું કારણ અકબંધ

    1 week ago

    હાલોલ સ્થિત કંજરી નજીક રૂપાપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં સાંજે આધેડનો મૃતદેહ તરતો જોવા મળતાં હાલોલ ફાયર બ્રિગેડે મૃતદેહને કાઢ્યો હતો. આધેડની તપાસ કરતાં તે વડોદરાના બરાનપુરાનો હોવાનું જાણવા મળ્યું હતું. આ વ્યક્તિ કયા કારણોસર મોતને ભેટ્યો તેનું કારણ હજી સુધી જાણ શકાયું નથી. પ્રાથમિક માહિતી અનુસાર, શનિવારે સાંજે કંજરી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીમાં વહી રહેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. આધેડના ખીસ્સામાંથી ડ્રાઇવીંગ લાઈસન્સ મળતાં તેની ઓળખ સંજય ખાંડેકર (ઉ.વ, 51, રહે. બરાનપુરા, શિવાજી ચોક) થઇ હતી. જોકે મૃતકના પરિવારને આ બાબતની જાણ કરવા પોલીસે લાયસન્સ પર લખેલા ઇમર્જન્સી નંબર પર સંપર્ક કરતા વાત થઇ ન હતી. પોલીસે મૃતક સંજયના પરિવારની શોધખોળ હાથ ધરી હતી. પરિવારનો સંપર્ક થતાં પોલીસે જાણ કરી હતી. પોલીસને સ્થળ નજીકથી બર્ગમેન મોપેડ પણ મળ્યું હતું. સંજયે સવારે જ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું પણ અનુમાન છે. 51 વર્ષીય સંજયે કયા કારણોસર મોતને વ્હાલું કર્યું તેનું કારણ જાણી શકાયું નથી. સંજયના મૃતદેહને પીએમ માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સંજયે પરિવાર સાથે બપોરે 1.52 કલાકે વાત કરી હોવાનું જાણવા મળ્યુ છે. હાલોલ રૂરલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પરવાનગી વિના ધમધમતો હતો પ્રદીપ ગુરુજીનો આશ્રમ:સુરતના પ્રદીપ ગુરુજીનું સત્યમ યોગ ધામ આશ્રમ આખેઆખું ગેરકાયદે
    Next Article
    ખેડૂતો ચિંતાતુર બન્યા:જિલ્લામાં હવામાનના પલટાથી કેરીના પાકને 30 ટકા નુકસાન થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment