Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરવાનગી વિના ધમધમતો હતો પ્રદીપ ગુરુજીનો આશ્રમ:સુરતના પ્રદીપ ગુરુજીનું સત્યમ યોગ ધામ આશ્રમ આખેઆખું ગેરકાયદે

    1 week ago

    2 કરોડ રૂપિયાની બોગસ નકલી નોટ સાથે પકડાયલા કામરેજના સત્યમ યોગ ધામ આશ્રમના પ્રદીપ ગુરુજીનું આખેઆખુ આશ્રમ જ ગેરકાયદે હોવાનું અને ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા બાબતે ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી હતી. ગ્રામ પંચાયતે નોટિસમાં એમ પણ લખ્યું હતું કે, તમારા આશ્રમમાં મોડી રાત્રે બહારથી સ્ત્રીઓ આવે છે. ધોરણ-પારડી ગ્રામ પંચાયતે પ્રદીપ દિલીપભાઈ જોંટગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીનેના આશ્રમને લેખિતમાં નોટિસ ફટકારી જણાવ્યું હતું કે, તમારા દ્વારા જે આશ્રમમાં બનાવવામાં આવ્યું છે તે કોઈપણ જાતની પરવાનગી વગર બનાવાયું છે. રાત્રિના સમયે સ્પીકરના અવાજથી આજુબાજુના લોકોને ત્રાસ થાય છે. રાત્રે સ્ત્રીઓ પણ બહારથી આવીને આશ્રમમાં કાર્યક્રમમાં ભાગ લે છે, તેવી રજૂઆત સ્થાનિક લોકોએ કરી છે. કાર્યક્રમો કરવા માટે પોલીસની પરવાનગી લેવાની હોય છે એટલે તમારા દ્વારા આ પરવાનગી લેવામાં આવી છે કે નહીં તેની જાણ ગ્રામ પંચાયતને કરવાની રહેશે. આશ્રમ પાસે કાર્યક્રમ સમયે આવતા લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરે છે જેના કારણે ગ્રામજનોને પણ તકલીફ થાય છે. આ બાબતે જ્યારે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આશ્રમ દ્વારા 1000 લોકો બોલાવીને મારવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત આશ્રમમાં આવતા કેટલાક મોટા વાહનોના કારણે પંચાયતની પાણીની લાઇન અને ગટરલાઇન પણ તોડી નાખવામાં આવી હતી. ગ્રામ પંચાયતે લોકોને નડતરરૂપ થાય તેવા કોઈપણ કાર્યક્રમો નહીં કરવા માટે અને કરે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:કડીમાં જીએસટી અધિકારીઓનો ખેલ; 100 કરોડની જમીન 25 કરોડમાં વેચવાનો કારસો
    Next Article
    તપાસ:હાલોલ કેનાલમાંથી બરાનપુરાના આધેડનો મૃતદેહ તરતો મળ્યો,મોતનું કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment