Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માજી સાસંદ સંભાજીરાજેનો અનુરોધ:અશોક ખરાતને કેપ્ટન તરીકે સંબોધશો નહીં: સંભાજીરાજે

    1 week ago

    નાશિકના ઠગબાબા અશોક ખરાતને કેપ્ટન તરીકે સંબોધશો નહીં, એવો અનુરોધ માજી સાંસદ સંભાજીરાજે છત્રપતિએ કર્યો છે. ખરાત દેશના લશ્કર અથવા નેવીમાં નહોતો. આથી તેને નામની આગળ કેપ્ટન લગાવશો નહીં, એમ તેમણે જણાવ્યું હતું. ખરાત હાલમાં મહિલાઓના જાતીય શોષણ માટે જેલના સળિયા ગણી રહ્યો છે. તેણે 100થી વધુ મહિલાઓને અહિત થશે એવી બીક બતાવીને જાતીય શોષણ કર્યું છે. તેનાં દુષ્કૃત્યોના અનેક વિડિયો પોલીસના હાથ લાગ્યા છે. આથી તેની કસ્ટડી વધવાની શક્યતા છે. ખાસ કરીને આ ઠગબાબા પોતે નેવીમાં કેપ્ટન હતો એ કહેતો. જોકે સંભાજીરાજે છત્રપતિએ જણાવ્યું કે તે લશ્કર કે નેવીમાં નહોતો. આથી તેને કેપ્ટન તરીકે સંબોધવું નહીં જોઈએ.કેપ્ટન ભારતીય લશ્કરમાં અત્યંત સન્માનજનક પદ છે. આ પદ સુધી પહોંચનારી વ્યક્તિ અત્યંત મહેનતથી, જીદથી અને પ્રખર રાષ્ટ્રભક્તિથી અહીં સુધી પહોંચે છે. ભારતીય લશ્કરમાં આ પદ પર સેવા બજાવનારા અથવા આ પરથી નિવૃત્ત થયેલી વ્યક્તિઓના નામ સાથેકેપ્ટન પદ જોડવાનો અધિકાર હોય છે. આથી બધાને મારી વિનંતી છે કે ઘૃણાસ્પદ કૃત્યો કરનારા ઠગના નામની આગળ કેપ્ટન લગાવશો નહીં. તે ક્યારેય લશ્કરમાં નહોતો. ક્યારેક વેપારી જહાજ પર કર્મચારી ખરાત સ્વયંઘોષિત કેપ્ટન છે. આથી તેના નામની આગળ કેપ્ટન લગાવીને આ પદનું અપમાન નહીં કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અશોક ખરાતની ધરપકડ બાદ ખુલાસો:આઘાડી સરકાર પણ ઠગબાબા ખરાત પર મહેરબાન હતી
    Next Article
    રૂપાલી ચાકણકરેના રાજીનામાનો કરાયો સ્વીકાર:રૂપાલી ચાકણકરનું રાજીનામું ભારે રાજકીય દબાણ વચ્ચે લઈ લેવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment