Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપાલી ચાકણકરેના રાજીનામાનો કરાયો સ્વીકાર:રૂપાલી ચાકણકરનું રાજીનામું ભારે રાજકીય દબાણ વચ્ચે લઈ લેવાયું

    1 week ago

    મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે આખરે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. ઉપ મુખ્ય મંત્રી સુનેત્રા પવારે આ માહિતી આપતાં જણાવ્યું કે તેમણે રાજીનામું સ્વીકારી લીધું છે, અને આગળની પ્રક્રિયા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મોકલી આપવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ચાલી રહેલી તપાસને નિષ્પક્ષ અને પારદર્શક રાખવાના હેતુથી ચાકણકરે સ્વેચ્છાએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. હજુ પણ અશોક ખરાત કેસ સાથે કેટલાક ઉચ્ચ અધિકારી સહીત અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. નાસિકમાં ઢોંગી બાબા અશોક ખરાત કેસ સાથે ચાકણકરનું નામ જોડાયા બાદ તેઓ ભારે રાજકીય દબાણ હેઠળ આવ્યા હતા. શુક્રવારે સાંજે મુખ્યમંત્રી ફડણવીસે તેમને વર્ષા બંગલા પર બોલાવી તાત્કાલિક રાજીનામું આપવા સૂચના આપી હતી. ત્યારબાદ રાત્રે લગભગ નવ વાગ્યે ચાકણકર દેવગિરિ બંગલા ખાતે સુનેત્રા પવારને મળવા ગયા, જ્યાં તેમને ફરી રાજીનામું આપવા જણાવાયું. પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો અને અંતે તેમણે મોડી રાત્રે પોતાનું રાજીનામું સુપરત કર્યું. મળતી માહિતી મુજબ, બેઠક દરમિયાન ચાકણકરે પોતાનું પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે તેમનો અશોક ખરાત કેસ સાથે કોઈ સંબંધ નથી. છતાં, મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીએ તેમની દલીલોને માન્યતા આપી નહોતી અને કેસની ગંભીરતા સમજાવી હતી. ચાકણકરે મુખ્યમંત્રીને પત્ર દ્વારા પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અંતે તેમને રાજીનામું આપવું પડ્યું. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એનસીપીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે પણ આડકતરી રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે મુખ્યમંત્રી રાજીનામું રાજ્યપાલને મંજૂરી માટે મોકલશે. વિપક્ષની ટીકા અને પક્ષની અંદરથી મળેલા ઓછા સમર્થનને કારણે ચાકણકરની સ્થિતિ નબળી પડી હતી, જે અંતે તેમના રાજીનામા સુધી પહોંચી.
    Click here to Read More
    Previous Article
    માજી સાસંદ સંભાજીરાજેનો અનુરોધ:અશોક ખરાતને કેપ્ટન તરીકે સંબોધશો નહીં: સંભાજીરાજે
    Next Article
    તૃતીયપંથી ગુરુના અજબ દાવા વાયરલ થયા:કલ્યાણમાં પમી ગુરુના વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment