Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશોક ખરાતની ધરપકડ બાદ ખુલાસો:આઘાડી સરકાર પણ ઠગબાબા ખરાત પર મહેરબાન હતી

    1 week ago

    નાશિકના ઠગબાબા અત્યાચારી અશોક ખરાતની ધરપકડ બાદ રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તેના રાજકીય સંબંધ બાબતે વધુ એક આંચકાજનક માહિતી સામે આવી છે. હાલમાં વિરોધી પક્ષો મહાયુતિ સરકાર પર જોરદાર ટીકાઓ કરી રહી છે ત્યારે આ પૂર્વે મહાવિકાસ આઘાડી સરકારમાં પણ ખરાતને મોટા લાભ મળ્યા હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને ખેડૂતોના હકનું પાણી વાળીને ખરાતની સંસ્થાને આપવાને આરોપ હવે થઈ રહ્યો છે. ખરાત એક દિવસમાં પ્રભાવશાળી બન્યો નહોતો. તેણે વર્ષોવર્ષ રાજકીય વર્તુળમાં મજબૂત સંબંધ નિર્માણ કર્યા હતા. અનેક મંત્રી, સાંસદ અને વિધાનસભ્યો તેના સંપર્કમાં હતા. આ અંગેના ફોટો અને વિડિયો બહાર આવી રહ્યા છે. આ પ્રભાવને જોરે તે પ્રશાસનમાં હસ્તક્ષેપ કરતો હતો. અધિકારીઓની બદલી કરતો અને વિવિધ ઠેકાણે વ્યાવસાયિક ભાગીદારી પણ કરતો હતો. આ બધાનો ઉપયોગ કરીને તેણે એક પ્રકારની સિંડિકેટ ઊભી કરી હતી. ખરાતના વધતા પ્રભાવનો ફાયદો સીધા સરકારી નિર્ણયોમાં પણ થયેલો સ્પષ્ટ થાય છે. સિન્નર તાલુકાના મિરગાવ ખાતે શ્રી શિવનિકા સંસ્થાનનો અધ્યક્ષ ખરાત માટે દારણા ડેમમાંથી 39 લાખ લિટર પાણી અનામત રાખવામાં આવ્યું હતું. 31 જુલાઈ, 2020ના રોજ આ સંબંધમાં સરકારી નિર્ણય બહાર પાડવામાં આવ્યો હતો. તે સમયે રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં હતી. ખેડૂતો માટેનું પાણી ખાનગી સંસ્થાને વાળવાનો આરોપ વધુ મજબૂત બન્યો છે. ખરાતનો મંત્રાલયમાં મોટો દબદબો આ પ્રકરણને લીધે ખરાતનો મંત્રાલયમાં દબદબો કેટલો મોટો હતો તેની ચર્ચા ચાલી રહી છે. તેનો વિરોધ કરનાર પર દબાણ, ધમકીઓ અને ફોન કોલ્સ આવતા હતા એવી ઘટનાઓ પણ સામે આવી છે. તેના સંપર્કમાં રહેતી પ્રભાવશાળી વ્યક્તિઓને લીધે તેને અનેક વાર સંરક્ષણ મળ્યું છે. આથી આ સંપૂર્ણ પ્રકરણ પાછળ મોટું નેટવર્ક કાર્યરત હોવાની શંકા છે. સિડિંકેટ પર કઠોર કાર્યવાહી કરો દરમિયાન આ સર્વ ઘટનાક્રમને લીધે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખરાત અને તેની કથિત સિંડિકેટ પર કઠોર કાર્યવાહી કરવાની માગણી જોર પકડી રહી છે. ખેડૂતોનું પાણી વાળવામાં આવ્યું હોવાનો આક્રોશ વધ્યો છે. આ પ્રકરણની ઊંડાણથી તપાસ કરીને જવાબદારો સામે કઠોર કાર્યવાહી કરવાની માગણી સર્વ સ્તરેથી થવા લાગી છે.
    Click here to Read More
    Previous Article
    ઉદ્ધવ ઠાકરેની માંગણી:ખરાત સાથે તેને માનનારા સામે પણ કઠોર કાર્યવાહી કરોઃ ઠાકરે
    Next Article
    માજી સાસંદ સંભાજીરાજેનો અનુરોધ:અશોક ખરાતને કેપ્ટન તરીકે સંબોધશો નહીં: સંભાજીરાજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment