Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્ધવ ઠાકરેની માંગણી:ખરાત સાથે તેને માનનારા સામે પણ કઠોર કાર્યવાહી કરોઃ ઠાકરે

    1 week ago

    ઠગબાબા અશોક ખરાત સાથે તેની માનનારા બધા સામે કઠોર કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કરી હતી. આપણે મહારાષ્ટ્રને હજુ કેટલા નીચલા સ્તરે લઈ જવાના છીએ. રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો છે. જોકે કાયદાનું પાલન કરનારા જ જો ખરાત જેવા લોકોને સાથ આપે તે નિંદનીય છે. કાયદાનું પાલન કરનારા ઠગબાબાઓની પડખે રહેતા હોય તો ઠગ ભક્તો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આવું કરાય તો જ મહારાષ્ટ્રને આધુનિક કહી શકાશે. આ પ્રકરણે અનેક ફોટો અને નામ સામે આવી રહ્યા છે. તેનો અર્થ તમારા ધ્યાનમાં આવે છે? જેમનું કોઈ પણ કર્તૃત્વ નથી તેમને આવો માર્ગ અપનાવવો પડે છે. જેઓ પોતાના કર્તૃત્વથી કશું નહીં કરી શકે તેઓ જ આવા ઠગબાબા પાસે જાય છે, એમ તેમણે જણાવ્યું હતું. મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં પણ ખરાતને મદદ કરાઈ હતી એવું પુછાતાં વાત ફેરવતાં ઠાકરેએ જણાવ્યું કે મુખ્ય મંત્રીએ હવે ઢાંકપિછોડો મંત્રાલય શરૂ કરવું જોઈએ. બધાનાં પાપો પર ઢાંકપિછોડો કરતું આ ખાતું તેમણે પોતાની પાસે રાખવું જોઈએ. બધા સંબંધિતોની તપાસ કરો: આ પ્રકરણે બધા સંબંધિતોની તપાસ કરો, કારણ કે રેલો ક્યાં સુધી પહોંચ્યો છે તે બધાને સમજાવું જીએ. આ નિમિત્તે ગામેગામ અડિંગો જમાવી બેઠેલા ઠગબાબાઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ. તેમની પાસે કોઈ પક્ષનો ઝંડો હોય તો પણ કાર્યવાહી કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ચોંકાવનારી વિગત સપાટી પર આવી:અશોક ખરાતે ધરપકડ પૂર્વે 3 આઈપીએસ કક્ષાના અધિકારી સાથે સંવાદ સાધ્યો હતો
    Next Article
    અશોક ખરાતની ધરપકડ બાદ ખુલાસો:આઘાડી સરકાર પણ ઠગબાબા ખરાત પર મહેરબાન હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment