Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશમાં આંદોલનની શરૂઆત ગુજરાતથી થશે:આદિવાસીઓના અધિકારો માટે લડત આપી રહેલા નાગરિકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે

    1 week ago

    આદિવાસીઓના અધિકાર માટે લડત આપતા સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરવા માટે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી તા. 23 માર્ચના રોજ વડોદરા આવશે. આ અંગેના કાર્યક્રમની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી, એઆઈસીસીના એસટી વિભાગના વિક્રમ ભુરીયા દ્વારા સંબોધવામાં આવી હતી. આદિવાસીઓ સાથે ઓરમાયું વર્તન થાય છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં લોકોના સંવિધાનના અધિકારો છીનવાઈ રહ્યા છે. ચારેતરફથી અતિક્રમણ થઈ રહ્યું છે. સરકાર રક્ષણ કરવાના બદલે સમર્થન કરી રહી છે. આદિવાસી સમાજના જળ, જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળે છે. આજે પણ આદિવાસીઓ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. વિકાસ માટે બજેટમાં પણ મોટો ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસીના નામે બજેટ ફાળવાય છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના લોકો લડત આપી રહ્યા છે. આ સમાજ હાલમાં સંઘર્ષ કરી રહ્યો છે. ગુજરાતના આદિવાસી પટ્ટા ઉપરમાં જે લોકો લડત આપી રહ્યા છે એવા સ્વૈચ્છિક સંસ્થાના યુવાનો, મહિલાઓ, કાર્યકરો તેમજ લોકો સાથે સીધો સંવાદ કરવા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધી એક કલાક જેટલો સમય ચર્ચા કરશે અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારના પ્રશ્નો ઉપર ચર્ચા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1 થી સાંજે 6 વાગ્યા સુધી આ સંવાદ યોજાશે. પ્રબુધ્ધ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ ચર્ચા વિચારણા કરશે. રાહુલ ગાંધી એક કલાક રોકાશે અને તેઓ વિવિધ મુદ્દાઓ ઉપર સંવાદ કરશે. કોંગ્રેસ આગામી સમયમાં લોકોની વચ્ચે જે તેઓના અધિકારો માટે લડત આપશે. 14 ટકા આદિવાસી છતાં શોષણ કરવામાં આવે છે આઈસીસીના એસટી વિભાગના વિક્રાંત ભરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 14 ટકા આદિવાસી હોવા છતાં તેઓનું સૌથી વધુ શોષણ કરે છે. ભાજપ દ્વારા વિકાસના નામે આદિવાસીઓના મકાનો છીનવવામાં આવી રહ્યા છે, તેઓનો રોજગાર છીનવાઈ રહ્યો છે અને આદિવાસીઓ મજૂર બની ગયા છે. આદિવાસીઓને તેઓનો અધિકાર મળવો જોઈએ. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી એક જ સંદેશ આપવા આવી રહ્યા છે કે ગુજરાતમાં આદિવાસીઓ સાથે જે ખોટું થઈ રહ્યું છે તે હવે નહી થવા દઈએ અને સંવિધાનમાં જે હક છે તે અપાવવા લડત આપવામાં આવશે. આખા દેશમાં આંદોલન થશે અને તેની શરૂઆત વડોદરાથી કરાશે આદિવાસીઓ માટે દેશમાં જો કોઈ મોટું પરિવર્તન આવવું જોઈએ તો તે ગુજરાતથી આવવું જોઈએ. આ સંવાદ એક નવી ક્રાંતિને જન્મ આપનારું આંદોલન બની રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે મોટા મોટા વાયદા કર્યા હતા પરંતુ તેમ નથી થયું. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં આ લડતની શરૂઆત કરીશું. જે સમાજ માટે લડત આપી રહ્યા છે તેઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરીએ છે. આખા દેશમાં આ આંદોલનની શરૂઆત થશે અને તેની શરૂઆત વડોદરાથી કરાશે. સંમેલનમાં કોઈ ચૂંટણીની વાત નહીં થાય વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સંમેલન કોઈ એક પક્ષનું સંમેલન નથી પરંતુ આદિવાસીઓનું પોતાનું સંગઠન કે આદિવાસીઓ માટે લડત આપતા તમામ લોકોનું સંમેલન છે. આ સંમેલનમાં કોઈ ચૂંટણી કે કોઈ વોટની વાત નહીં થાય પરંતુ જે આદિવાસીઓને ન્યાય અપાવવાનો છે તેની વાત થશે. આ કાર્યક્રમમાં ડોક્ટર, નિવૃત્ત લોકો, પ્રબુધ્ધ નાગરિકોને આમંત્રિત કરાયા કેમ અંદાજે 1000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે લોકો જંગલની જમીન ખેડતા હતા તેઓ માટેનો કાયદો 2006માં મંજૂર થયો. 18 વર્ષ બાદ આજ સુધીમાં માત્ર 51 ટકા જેટલી જ કામગીરી થઈ છે. હાલમાં આદિવાસીની હાલત ન ઘરનો ન ઘાટનો જેવી થઈ છે. સરકાર દ્વારા વ્યવસ્થિત ષડયંત્ર કરાઈ રહ્યું છે જેના કારણે આદિવાસી પાછળ ઠેલાતો ગયો છે. બજેટમાં મોટી વાતો કરાય છે પરંતુ તેનું વિવિધ વિભાગમાં વર્ગીકરણ કરી દેવામાં આવે છે અંતે આદિવાસી લોકો સુધી તો કઈ પહોચતું જ નથી. અનેક વિસ્તારમાં આજે પણ રસ્તો નથી, શાળા નથી, આરોગ્ય કેન્દ્ર પણ નથી. 7 કિમી ચાલે તો મુખ્ય માર્ગ ઉપર પહોંચી શકે છે.
    Click here to Read More
    Previous Article
    'મારી પત્નીનું વિદેશમાં અફેર છે':ડેન્ટિસ્ટ પતિ 5 વર્ષના પુત્રને કેનેડાની કોર્ટ અને પત્નીની મંજૂરી વિના ભારત લાવ્યો; બાળકનો કબજો માતાને સોંપવા HCનો આદેશ
    Next Article
    લુણાવાડા ST ડેપોને 6 નવી ગુર્જરનગરી બસો મળી:ધારાસભ્ય ગુલાબસિંહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment