Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારી પત્નીનું વિદેશમાં અફેર છે':ડેન્ટિસ્ટ પતિ 5 વર્ષના પુત્રને કેનેડાની કોર્ટ અને પત્નીની મંજૂરી વિના ભારત લાવ્યો; બાળકનો કબજો માતાને સોંપવા HCનો આદેશ

    1 week ago

    અમદાવાદથી એક મહિલાએ પોતાના પતિ પાસેથી 5 વર્ષના બાળકની કસ્ટડી મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને કસ્ટડી માતાને સોંપવા હુકમ કર્યો છે. સાથે જ બાળક કેનેડાનું નાગરિક હોવાથી તેનું OCI કાર્ડ અને પાસપોર્ટ પણ માતાને સોંપવા હુકમ કર્યો છે. બાળક પિતાની કસ્ટડીમાં હોવાથી તેને હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જવા માગ કરતા હાઇકોર્ટે પોતાના હુકમ ઉપર 2 અઠવાડિયાનો સ્ટે આપ્યો છે. કેનેડાની ઓંટોરિયો કોર્ટે બાળકની કસ્ટડી માતાને સોંપી હતી કેસને વિગતે જોતા કેનેડામાં જન્મેલા અને ત્યાંના જ નાગરિક એવા 5 વર્ષીય બાળકની માતાએ ગુજરાત હાઇકોર્ટમાં પુત્રની કસ્ટડી મેળવવા અરજી દાખલ કરી હતી. જેમાં પક્ષકાર તરીકે તેના પતિને જોડવામાં આવ્યો હતો, કારણ કે બાળક તેના પતિ પાસે હતું. આ સાથે જ બાળકનો પાસપોર્ટ અને OCI કાર્ડ પણ તેના પતિ પાસે હતા. કેનેડાની ઓંટોરિયો કોર્ટે બાળકની કસ્ટડી તેની માતાને આપી હતી, પરંતુ તેનો પતિ બાળકને લઈને ભારત આવી ગયો હતો. પત્ની એક પુરુષ પાર્ટનર સાથે રહે છે, બાળકનું ભવિષ્ય જોખમમાંઃ પતિ અરજદાર પત્ની અને પતિના લગ્ન 2018માં કેનેડામાં થયા હતા અને 2020માં તેમના પુત્રનો જન્મ થયો હતો. આમ તે જન્મથી જ કેનેડાનો નાગરિક બન્યો હતો. વર્ષ 2021માં તેને OCI કાર્ડ મળ્યું હતું. પુત્રના જન્મ બાદ માતા-પિતા અવારનવાર ભારત આવતા હતા, પરંતુ તેમના લગ્ન જીવનમાં મતભેદો સર્જાયા હતા. પતિનું કહેવું હતું કે, પત્ની લગ્ન બાહ્ય સંબંધો ધરાવે છે, તે એક પુરુષ પાર્ટનર સાથે રહે છે, જે તેના બાળકના ભવિષ્ય માટે પણ જોખમી છે. પતિએ મેઇલમાં પત્ની પાછળ વાપરેલા પૈસાનો પણ ઉલ્લેખ કર્યો પતિએ પત્નીને એક ઇમેલ પણ મોકલ્યો હતો, જેમાં તેમના ઝઘડા દરમિયાન પત્નીએ તેની ઉપર કરેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. સાથે જ તેની પાછળ ખર્ચેલા રૂપિયા, આપેલો સમય વગેરે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પિતા દીકરાને લઈને ભારત આવી ગયા હતા, ત્યારે તેની પત્ની પણ ભારત આવીને તેની સાથે રહી શકે એવું તેને જણાવ્યું હતું. જો કે, પત્ની ભારત પરત ફરવા તૈયાર નથી. પત્નીએ કહ્યું-કોર્ટની મંજૂરી વગર પતિ કેનેડા છોડીને ભારત આવ્યો પત્ની તરફે રજૂઆત થઈ હતી કે, તેના બાળકનો પિતા જવાબદારીઓથી ભાગીને ભારત આવી ગયો હતો. બાળકની કસ્ટડી અરજદારને આપી હોવા છતાં તે તેની મંજૂરી વગર કે કેનેડાની કોર્ટની મંજૂરી વગર કેનેડા છોડીને ભારત આવ્યો હતો. કેનેડાની કોર્ટે બાળકના પિતાને તુરંત બાળકને ભારતથી પરત કેનેડા લાવવા હુકમ કર્યો હતો. દીકરો કેનેડા આવે ત્યારે કેનેડાના પીલ વિસ્તારમાંથી તેને દૂર નહીં કરવા પણ હુકમ કર્યો હતો. ઓન્ટોરિયો કોર્ટમાં કાર્યવાહી પણ આગળના સમયમાં ચાલનાર છે. પત્ની પર ત્રાસ આપવાનો આક્ષેપ, બંને એક જ એપાર્ટમેન્ટમાં અલગ રહેતા પતિએ રજૂઆત કરી હતી કે, તે પોતે ડેન્ટિસ્ટ છે. કેનેડામાં પત્ની તેના ઘરમાં પ્રવેશ પણ આપતી નથી. પત્નીએ પતિને ત્રાસ આપવાના આક્ષેપસર 911 નંબર ડાયલ કરવા ધમકી આપી હતી. બંને એક જ એપાર્ટમેન્ટમાં અલગ-અલગ મકાનમાં રહેતા હતા. પત્ની એક પુરુષ પાર્ટનર સાથે રહે છે. પતિ અને પત્ની બંને હિન્દુ છે, જેથી તેમની દીકરો પણ જન્મની સાથે હિન્દુ જ હોય તે સ્વાભાવિક છે. ત્યારે દીકરો ભારતમાં સંયુક્ત કુટુંબમાં રહીને હિન્દુ પરંપરાઓ, રહેણીકરણી, જીવન પદ્ધતિ શીખશે. અહીંયા સંયુક્ત પરિવારમાં તેનું ધ્યાન રાખનારા લોકો પણ છે. કોર્ટના પ્રયત્ન બાદ પણ બન્ને સમાધાન માટે તૈયાર નહિ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ થતા પહેલા બંનેએ સમાધાનનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ફળદાયી નહીં દેખાતા કોર્ટે પતિ-પત્ની બંનેને સાંભળ્યા હતા. આખરે ગુજરાત હાઇકોર્ટ અરજદારના પુત્રનું OCI કાર્ડ અને પાસપોર્ટ કોર્ટમાં જમા કરવા પિતાને કરાવવા હુકમ કર્યો હતો. ભારતમાં પુત્ર સંયુક્ત ફેમિલીમાં સુરક્ષિત છેઃ પતિ અરજદાર માતાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન કેનેડિયન કાયદા મુજબ થયા છે, તેથી કેનેડાની કોર્ટ તે અંગે નિર્ણય લઇ શકે. કેનેડાની કોર્ટે માન્યું છે કે, પુત્રની કસ્ટડી માતાને આપવી જોઈએ. આમ બાળકનો પિતા તેને ગેરકાયદેસર રીતે ભારત લઈ આવ્યો છે. ત્યારે પિતાનું કહેવું હતું કે, ત્યાંની કોર્ટે પિતા પ્રત્યે કોઈ નકારાત્મક હુકમ કર્યો નથી. આથી પુત્રને ભારત લાવીને તેને કોઈ ગેરકાનુની કામ કર્યું નથી. પુત્ર જન્મે હિન્દુ હોવાથી તેને હિન્દુ ગાર્ડિયનશીપના કાયદા લાગુ પડે, કેનેડાના નહીં. ભારતમાં પુત્ર સંયુક્ત ફેમિલીમાં સુરક્ષિત છે, વળી તેની માતા વીડિયો કોન્ફરન્સથી તેની સાથે વાત કરે છે. બન્નેના લગ્ન કેનેડિયન કાયદા અંતર્ગત થયાનું કોર્ટે નોંધ્યું કોર્ટ સમક્ષ વિવિધ રજૂઆતો થઈ હતી, જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, બંનેના લગ્ન કેનેડામાં કેનેડિયન કાયદા અંતર્ગત થયા છે, હિન્દુ મેરેજ એક્ટ મુજબ થયા નથી. કાયદા મુજબ દીકરો માતા સાથે જ રહેવો જોઈએ અને કેનેડિયન કોર્ટનો હુકમ પિતા માટે આબદ્ધકર્તા છે. કોર્ટ કે માતાની મંજૂરી વગર દીકરાને ભારતમાં લાવવામાં આવ્યો છે. પિતા પોતાની પસંદગી મુજબ દીકરાને ઈચ્છા ત્યાં રાખી શકે નહીં. બાળક કેનેડામાં જન્મથી ચાર વર્ષ રહ્યું હોવાથી તેને તેના ઉત્પત્તિ સ્થાનથી દૂર રાખી શકાય નહીં. વળી કેનેડાની શાળામાં તે દાખલ પણ થયેલ છે. પતિએ સુપ્રીમ કોર્ટમાં જવાનું કહેતા હુકમ પર સ્ટે ગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા ટાંકીને હુકમ કર્યો હતો કે, માતા સાથે તેના પુત્રનું હિત રહેલું છે. બાળક કેનેડાનું નાગરિક છે, તેને માતાથી વધુ સમય દૂર રાખી શકાય નહીં. તેને અજાણી જગ્યાએ રાખી શકાય નહીં. પિતાનું કૃત્ય કાયદા વિરુદ્ધનું છે. આથી કોર્ટમાં જમા થયેલા બાળકનું OCI કાર્ડ અને પાસપોર્ટ અરજદાર માતાને આપવામાં આવે. પિતાએ જો કોઈ અરજી કરવી હોય તો તે કેનેડાની કોર્ટમાં કરી શકે છે. જો કે, પિતાએ હાઈકોર્ટના ઉપરોક્ત હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં જવા માટે સમય માંગતા હાઇકોર્ટે પોતાના હુકમને 2 અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:યુદ્ધના કારણે કાપડ ઉદ્યોગની માઠી બેઠી, અઠવાડિયામાં બે દિવસ 'સ્વૈચ્છિક લોકડાઉન'; CM આજે સુરતમાં
    Next Article
    દેશમાં આંદોલનની શરૂઆત ગુજરાતથી થશે:આદિવાસીઓના અધિકારો માટે લડત આપી રહેલા નાગરિકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment