Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ ST ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું:મુસાફરોને સ્વચ્છતા જાળવવા ડસ્ટબિન વાપરવા અપીલ

    15 hours ago

    ભરૂચના સીટી સેન્ટર અને ભોલાવ બસ સ્ટેશન ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના સ્વચ્છતા પરના ભારને ધ્યાનમાં રાખીને આ ઝુંબેશનું આયોજન કરાયું હતું. આ સ્વચ્છતા કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિના ક્લબ, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત સહયોગથી યોજાયો હતો. જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિના ક્લબના પ્રમુખ વંદના શેટ્ટી, સુરભી તંબાકુવાળા, એસ.ટી. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત રોટરી ક્લબના સભ્યો અને એસ.ટી. વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. અભિયાન દરમિયાન બસ સ્ટેન્ડ પરિસરમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન એસ.ટી. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, સરકારના સ્વચ્છતા અભિયાન મુજબ હવેથી દર રવિવારે વિવિધ સેવાભાવી સંસ્થાઓને સાથે રાખીને આવા સફાઈ કાર્યક્રમો યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, જેમ આપણને આપણું ઘર ગંદુ ગમતું નથી, તેમ જ સાર્વજનિક સ્થળો અને બસ સ્ટેન્ડ પણ સ્વચ્છ રહેવા જોઈએ. બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે દરેક બસમાં તથા બસ સ્ટેન્ડ પરિસરમાં પૂરતા પ્રમાણમાં ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. તંત્ર અને સંસ્થાઓ દ્વારા મુસાફરોને બસ કે બસ સ્ટેન્ડમાં ગમે ત્યાં કચરો ફેંકવાને બદલે માત્ર ડસ્ટબિનનો જ ઉપયોગ કરવા અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીથી સોમનાથ નવી ST બસ સેવા શરૂ:સાંસદ ભરત સુતરિયાએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો
    Next Article
    H-1B વિઝા ધારકોની નોકરી ગઈ તો અમેરિકા છોડવું પડશે:નવી નોકરી શોધવા માટે નહીં મળે 60 દિવસની મુદત, 5 લાખ ભારતીયો પર પડશે અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment