Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અગરિયા પરિવારોની મુલાકાત લીધી:વાવાઝોડાથી થયેલા નુકસાનનો તાગ મેળવી સહાયની માંગ કરી

    1 week ago

    દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કચ્છના નાના રણમાં કુદરતી આફતનો ભોગ બનેલા અગરિયા પરિવારોની મુલાકાત લીધી હતી. તેમણે વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો. નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, ભારે પવન અને વાવાઝોડાના કારણે અગરિયાઓના ઝૂંપડાં, સોલાર પ્લેટો અને મીઠાના પાટાઓને વ્યાપક નુકસાન થયું છે. એક અંદાજ મુજબ, દરેક અગરિયા પરિવારને રૂ. 2 લાખથી વધુનું નુકસાન થયું છે અને એક પાટા દીઠ 200 ટન મીઠું ઓછું થશે. પૂર્વ ધારાસભ્યએ સરકારને સર્વેના નાટકો બંધ કરીને અગરિયાઓના ખાતામાં સીધી સહાયની રકમ જમા કરવા માંગ કરી હતી. તેમણે તાત્કાલિક સોલાર પેનલો ફરીથી ઇન્સ્ટોલ કરવા અને અગરિયાઓને થયેલા તમામ નુકસાનની તાત્કાલિક ચુકવણી કરવાની પણ અપીલ કરી હતી. આ કુદરતી આફતથી માત્ર અગરિયા પરિવારો જ નહીં, પરંતુ ખેતરોમાં ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો પણ પાયમાલ થયા છે. નૌશાદ સોલંકીએ સરકારને આ પરિવારોની વેદના પ્રત્યે ચિંતા વ્યક્ત કરવા અને તાત્કાલિક સર્વે કરીને અગરિયા પરિવારો તથા ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવા વિનંતી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલી: 3 માસમાં 23 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા:SP સંજય ખરાતની ટીમે વર્ષોથી ફરાર ગુનેગારોને દબોચ્યા
    Next Article
    સુરેન્દ્રનગરમાં રૂ. 13.59 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ:શહેરની કાયાપલટનો દાવો, આગામી સમયમાં રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડ જેવા પ્રોજેક્ટ્સ સાકાર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment