Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં રૂ. 13.59 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ:શહેરની કાયાપલટનો દાવો, આગામી સમયમાં રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડ જેવા પ્રોજેક્ટ્સ સાકાર થશે

    6 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે હવામહેલ ખાતે કુલ રૂ. 13.59 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અંતર્ગત શહેરમાં અનેક નોંધપાત્ર કામો હાથ ધરવામાં આવ્યા છે. આગામી ત્રણ વર્ષમાં સુરેન્દ્રનગરની કાયાપલટ કરવામાં આ કામો મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વઢવાણનો પંજાબ બેંક વાળો રસ્તો અને 80 ફૂટ રોડને 'આઈકોનિક રોડ' તરીકે વિકસાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી. શહેરના આગામી આયોજન અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, કોલેજથી ગેબનશાહ પીર સુધીના રિવરફ્રન્ટ માટે રૂ. 48 કરોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. જ્યારે રતનપરથી વઢવાણ સુધીના રિવરફ્રન્ટ માટે રૂ. 265 કરોડની મહત્વાકાંક્ષી યોજના સરકારમાં રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે મેક્સન સર્કલથી દાળમિલ રોડ સુધી રૂ. 69 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની દરખાસ્ત હાલ અંતિમ તબક્કે છે. કાર્યક્રમ દરમિયાન રૂ. 9.35 કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરી પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા બસ સ્ટેશન અને બસ સ્ટોપના સંચાલન અર્થે રૂ. 3.69 કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરના સૌંદર્યીકરણ પર ભાર મૂકતા વિવિધ સર્કલો ખાતે આકર્ષક સ્કલ્પચર બનાવવા માટે રૂ. 77 લાખ અને ઐતિહાસિક અજરામર ટાવર સર્કલના આધુનિકીકરણ માટે રૂ. 65 લાખના ખર્ચે વિકાસકામો હાથ ધરાશે. નાગરિકોના મનોરંજન અને પર્યાવરણની જાળવણી માટે વઢવાણ વિસ્તારમાં ખાંડીપોળ પાસે રૂ. 1 કરોડના ખર્ચે આધુનિક બગીચો તૈયાર કરવામાં આવશે. વહીવટી પ્રક્રિયાને વેગવંતી બનાવવાના હેતુથી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઓફિસ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળના બાંધકામ માટે રૂ. 3.24 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિકાસની આ મજલમાં સુરેન્દ્રનગરની શાન સમાન દૂધરેજ તળાવના નવીનીકરણનું કાર્ય પણ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. 'અમૃત 2.0' યોજના અંતર્ગત રૂ. 4.24 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ તળાવ આજે લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સહિત પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અગરિયા પરિવારોની મુલાકાત લીધી:વાવાઝોડાથી થયેલા નુકસાનનો તાગ મેળવી સહાયની માંગ કરી
    Next Article
    "ICC Is Not Our Master": Ex-Bangladesh Official Fumes Amid Suspension Threat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment