Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી: 3 માસમાં 23 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા:SP સંજય ખરાતની ટીમે વર્ષોથી ફરાર ગુનેગારોને દબોચ્યા

    1 week ago

    અમરેલી પોલીસે છેલ્લા ત્રણ માસમાં મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતની ટીમે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કુલ 23 વોન્ટેડ અને પેરોલ જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ વર્ષોથી વિવિધ ગુનાઓમાં ફરાર હતા. આ અભિયાન અંતર્ગત, અમરેલી પોલીસે સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા અને પંજાબ જેવા રાજ્યોમાંથી પણ આરોપીઓને પકડી પાડ્યા છે. કેટલાક આરોપીઓ 16 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા હતા, જ્યારે સૌથી જૂનો કેસ લગભગ 27 વર્ષ (1998નો) જૂનો હતો. ઝડપાયેલા આરોપીઓ સામે IPC, BNS, NDPS અને POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. કેટલાક આરોપીઓ પર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું, અને ઘણા પેરોલ જમ્પ કરીને ફરાર થયા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન, કેટલાક આરોપીઓના મૃત્યુ પામવાના કારણે તેમના નામ કમી કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી. SP સંજય ખરાતની સૂચના હેઠળ, પેરોલ ફોલો સ્ક્વોડ, એલ.સી.બી., AHTU અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમોએ આ કામગીરી પાર પાડી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓનું પગેરું શોધી કાઢ્યું હતું. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રિવર્સમાં આવતા ટેન્કરે 7 વર્ષની બાળકીનું માથું છૂંદયું:ટેન્કરચાલકે પૂરઝડપે રિવર્સ લાવી રોડ પર રમતી દીકરીને માથે ચડાવી દીધું, પિતાની નજર સામે જ કરુણ મોત
    Next Article
    પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અગરિયા પરિવારોની મુલાકાત લીધી:વાવાઝોડાથી થયેલા નુકસાનનો તાગ મેળવી સહાયની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment