Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ ભાજપની સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક:ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને ડો.બાબા આંબેડકર જયંતિની ઉજવણી અંગે કાર્યકરોને અપાયું માર્ગદર્શન,ગૌરવ રૂપારેલીયા વિશે પૂછતા ઉદય કાનગડે ચાલતી પકડી

    5 days ago

    ​જૂનાગઢ શહેરના સર્કિટ હાઉસ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં આવતા વિવિધ પર્વો અને પક્ષના સ્થાપના દિવસની ઉજવણીના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને કાર્યકર્તાઓમાં નવા જોશનો સંચાર કરવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ફક્ત એટલું જ નહીં હાલ જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા પર જે વ્યાજખોરના આક્ષેપો થઈ રહ્યા છે તે મામલે ઉદય કાનગડને પ્રશ્ન પૂછતા તેમણે મીડિયાથી દૂર ભાગતા ચાલતી પકડી હતી. ​બેઠક અંગે માહિતી આપતા ભાજપના અગ્રણી ઉદય કાનગડે જણાવ્યું હતું કે આજની આ બેઠક મુખ્યત્વે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એવા તમામ કાર્યકર્તાઓ માટે હતી જેમને પક્ષ દ્વારા વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ એક પ્રકારની પરિચય બેઠક હતી, જેમાં સંગઠનના માળખાને વધુ ગતિશીલ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ​તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. આ દિવસને પક્ષના દરેક સ્તરના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે. સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમો છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોમાં પક્ષની વિચારધારાનો વ્યાપ વધે તે માટેની રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવી હતી. ​ભાજપ દ્વારા માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક કાર્યક્રમોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. બેઠકમાં જણાવ્યા અનુસાર, આગામી 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત' ને જૂનાગઢના દરેક વોર્ડમાં લોકોની મહત્તમ હાજરી સાથે સાંભળવામાં આવે અને તેનું આયોજન ભવ્ય રીતે થાય તે માટે કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. ​જૂનાગઢમાં આગામી સમયમાં કોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નથી, કારણ કે ગયા વર્ષે જ કોર્પોરેશનની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. જોકે પક્ષના સંગઠનાત્મક માળખાને સતત સક્રિય રાખવા માટે અન્ય જિલ્લા કે વિસ્તારોમાં જ્યાં ચૂંટણીઓ હોય, ત્યાં જૂનાગઢના અનુભવી કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવશે. ઉદય કાનગડે સ્પષ્ટ કર્યું હતું કે, "પક્ષ દ્વારા જ્યારે પણ અને જ્યાં પણ જરૂર જણાશે, ત્યાં જૂનાગઢના કાર્યકર્તાઓ ખભેખભા મિલાવીને કામ કરવા માટે તૈયાર છે. ​આ બેઠકમાં સંગઠનના વિવિધ હોદ્દેદારોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંકલ્પ કર્યો હતો. સરકારી યોજનાઓનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચાડવા અને સંગઠનની શક્તિને બુથ લેવલ સુધી મજબૂત કરવા માટે આ બેઠક ખૂબ જ ફળદાયી રહી હોવાનું માનવામાં આવે છે. બેઠકના અંતે તમામ હોદ્દેદારોએ એકતા અને શિસ્ત સાથે પક્ષના કાર્યોને આગળ વધારવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, ધારાસભ્ય સંજય કોરડિયા, ધારાસભ્ય ભગવાનજી કરગટિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, અને જુનાગઢ શહેરના તમામ મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહિલાને ખેંચ આવતા સિક્કો દાંત વચ્ચે મૂક્યો, ગળામાં ફસાતા મોત:સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત જાહેર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે
    Next Article
    “નાનું પગલું, મોટી સેવા”:વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના વાસણોનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment