Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    “નાનું પગલું, મોટી સેવા”:વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના વાસણોનું વિતરણ

    5 days ago

    અમદાવાદમાં વિશ્વ ચકલી દિવસના અવસરે “ઉત્તિષ્ઠ યુવા ફાઉન્ડેશન” દ્વારા પક્ષીઓ માટે એક પ્રેરણાદાયક સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરમીના વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને સંસ્થાના યુવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના વાસણો (બાઉલ)નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તરસથી પીડાતા પક્ષીઓને રાહત આપવાનો તેમજ સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો. સ્વયંસેવકોએ લોકો સાથે સીધો સંપર્ક સાધી તેમને પોતાના ઘરની ગેલેરી, છત અથવા આંગણામાં પક્ષીઓ માટે પાણી રાખવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સભ્યોએ જણાવ્યું કે, “આ એક નાનું પગલું છે, પરંતુ પક્ષીઓ માટે જીવનદાયક બની શકે છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘરે એક વાસણ પાણી મૂકે તો અનેક નિર્દોષ જીવ બચી શકે છે.” લોકોએ પણ આ પહેલને સરાહનીય ગણાવી અને ઉત્સાહભેર સહભાગ લીધો હતો. અનેક લોકોએ તરત જ પાણીના બાઉલ રાખીને આ અભિયાનને સમર્થન આપ્યું. આજના સમયમાં ઝડપી શહેરીકરણ, વૃક્ષોની ઘટતી સંખ્યા અને વધતા પ્રદૂષણના કારણે ચકલીઓ જેવી નાની પક્ષીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. આવી પરિસ્થિતિમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા માટે ખૂબ જ જરૂરી બની છે. અંતમાં સંસ્થાએ તમામ નાગરિકોને અપીલ કરી કે તેઓ પણ આ અભિયાનમાં જોડાઈને પોતાના ઘરની આસપાસ પક્ષીઓ માટે પાણી અને દાણા રાખે અને પ્રકૃતિ પ્રત્યે પોતાની ફરજ નિભાવે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ ભાજપની સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક:ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને ડો.બાબા આંબેડકર જયંતિની ઉજવણી અંગે કાર્યકરોને અપાયું માર્ગદર્શન,ગૌરવ રૂપારેલીયા વિશે પૂછતા ઉદય કાનગડે ચાલતી પકડી
    Next Article
    અમદાવાદ સિવિલ હોસ્પિટલ લિકર પરમિટ કૌભાંડ, 5 કર્મચારીની હકાલપટ્ટી:આરોગ્ય મંત્રીએ 4 આઉટસોર્સિંગ કર્મચારીને ફરજ પરથી બરતરફ અને સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment