Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાને ખેંચ આવતા સિક્કો દાંત વચ્ચે મૂક્યો, ગળામાં ફસાતા મોત:સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત જાહેર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે

    6 days ago

    વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશની એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મહિલાને ખેચ આવતા તેના દાંત ખોલવા ચલણી સિક્કા વડે મોઢું ખોલવા જતા સિક્કો ગળામાં ફસાઈ ગયો હતો. જેનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થતા પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. સિક્કો સીધો મોઢામાંથી ગળાના ભાગમાં ફસાઈ ગયો મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશની ગંગા આકાશ રોકડે ( ઉંમર વર્ષ 29)ને ખેંચ આવતા દાંત ખોલવા માટે ચલણી સિક્કાની મદદ લેવામાં આવી હતી. જો કે સિક્કો સીધો મોઢામાંથી ગળાના ભાગમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર તકલીફ પડી હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો ન થતા ત્રણ દિવસ પહેલાં તેને સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવી હતી. પરિવારજનોનું કહેવું છે કે મહિલાને અગાઉ બીમારી પણ હતી સયાજી હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી સારવાર ચાલુ રહી, તેમ છતાં મહિલાનું મોત થઈ ગયું હતું. જો કે પરિવારજનોનું કહેવું છે કે તેને અગાઉ બીમારી પણ હતી. આ મામલે મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. હવે આ રિપોર્ટ જાહેર થયા બાદ મહિલાના મોતનું સાચું કારણ જાણવા મળશે. મહિલા છેલ્લા ત્રણ વર્ષથી બિમારીથી પીડાતી હતી મૃતક ગંગાબેનના સસરા દિનેશ રોકડે એ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ વર્ષથી બીમાર હતા. તેને ગઠિયા નામનો રોગ હતો જેનાથી જમવાનું જામતું ન હતું અને ઊલટીઓ થતી હતી, સાથે કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. તેની કરોડરજ્જુમાં પાણી ભરાઈ ગયું હતું. તે પાણી પણ કાઢવામાં આવ્યું ન હતું અને તેને બ્રેઈન હેમરેજ જેવું થઈ ગયું હતું. પાંચ વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી વધુમાં કહ્યું કે, તેને ખેંચ આવ્યા પછી અમે ખરગોન સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે કહ્યું કે સ્થિતિ ગંભીર છે અને કિડનીમાં ઇન્ફેક્શન છે એટલે તમે તેને ઈન્દોર કે બીજે ક્યાંય બહાર લઈ જાવ. બાદમાં અમે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. તેઓ સિક્કો મોઢામાં રાખતા ઉતરી ગયો હતો. મૃતક મહિલાને પાંચ વર્ષની દીકરી છે જેને માતાની છત્રછાયા ગુમાવી છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિ મુર્મુએ મથુરામાં ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી:ગોલ્ફ કાર્ટથી દોઢ કલાકમાં 21Km પૂરા કર્યા; પરિવાર સાથે ગિરિરાજજીની પૂજા કરી
    Next Article
    જૂનાગઢ ભાજપની સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક:ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને ડો.બાબા આંબેડકર જયંતિની ઉજવણી અંગે કાર્યકરોને અપાયું માર્ગદર્શન,ગૌરવ રૂપારેલીયા વિશે પૂછતા ઉદય કાનગડે ચાલતી પકડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment