Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​ઈદગાહ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી:પદ્મશ્રી હાજી રમકડુંનું સન્માન કરાયું, હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગળે મળી પાઠવી મુબારકબાદી

    6 days ago

    ​મુસ્લિમોના પવિત્ર રમઝાન માસના 30 રોજા પૂર્ણ થયા બાદ આજે જૂનાગઢ સહિત સમગ્ર પંથકમાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે જૂનાગઢની ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ ખાતે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અને શિસ્તબદ્ધ રીતે ઈદની નમાજ અદા કરી હતી. નમાજ બાદ મસ્જિદના પ્રાંગણમાં એકબીજાને ગળે મળી 'ઈદ મુબારક' પાઠવવાના દ્રશ્યોએ કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ વહેતો કર્યો હતો. પદ્મશ્રી હાજીભાઈ રમકડુંનું વિશેષ સન્માન આ વર્ષની ઈદની ઉજવણીમાં વિશેષ આકર્ષણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હાજીભાઈ રમકડુંનું સન્માન રહ્યું હતું. ઈદગાહ મસ્જિદ ખાતે તેમની સમાજ સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના યોગદાન બદલ મુસ્લિમ બિરાદરો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વડીલો અને આગેવાનોએ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ માંગી હતી. ​ઈદગાહ મસ્જિદ ખાતે હજારો બિરાદરોએ નમાજ અદા કરી મુસ્લિમ એકતા મંચ ગુજરાતના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે આજે ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરવામાં આવી અને ઈદગાહ મસ્જિદ ખાતે હજારો બિરાદરોએ આ નમાજ અદા કરી છે. રમઝાન માસ અત્યંત પવિત્ર હોય છે, જેમાં આખો મહિનો લોકો રોજા રાખી ઇબાદત કરતા હોય છે અને તેના ફળ સ્વરૂપે આજે ઈદની ખુશી મનાવવામાં આવી રહી છે. હિન્દુ-મુસ્લિમ બધા ભાઈઓએ એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવી ​તેમણે વધુમાં ઉમેર્યું કે આજ રોજ ઈદગાહ મસ્જિદ ખાતે પદ્મશ્રીનું સન્માન જેમને મળ્યું છે એવા હાજી બાપા રમકડાનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે આજે જિલ્લા પોલીસ વડા અને જૂનાગઢ પોલીસની સમગ્ર ટીમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહી ખૂબ શાંતિપૂર્ણ રીતે આ તહેવાર સંપન્ન કરાવ્યો છે. આજે કોમી એકતાના દર્શન થયા છે, હિન્દુ-મુસ્લિમ બધા ભાઈઓએ એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવી છે. તમામ દેશવાસીઓને અને ગુજરાતવાસીઓને ઈદની ખૂબ ખૂબ મુબારકબાદી. ‘અલ્લાહ તાલા એને બરકત આપે અને આમીન અને ખુદા હાફિઝ’ ​પદ્મશ્રી હાજી રમકડુંએ જણાવ્યું હતું કે, અમારા ઇસ્લામ ધર્મના માણસો બધા જે ઈદગાહ ઉપર જે દર વર્ષે તમામ હિંદુ મુસ્લિમ સમાજમાં મિત્ર બધા અગ્રણીઓ મુસ્લિમ સમાજના આજે ઈદના નિમિત્ત અમે બધા મળીએ છીએ, આજે મારું ઈદગાહ પર મારું સન્માન કર્યું હું બધાનો ખૂબ-ખૂબ આભાર માનું છું. અને આવી સારી કામગીરી બધા કરતા રહીએ અને અમારા મુસ્લિમ અગ્રણીઓ ભાઈઓ જે છે એને અલ્લાહ તાલા એને બરકત આપે અને આમીન અને ખુદા હાફિઝ. મસ્જિદો પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઈદના તહેવારને ધ્યાને રાખી જૂનાગઢ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો અને મસ્જિદો પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિના સભ્યો અને સ્થાનિકોના સહયોગથી સમગ્ર ઉજવણી અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ નવા વસ્ત્રો સજીને ઈદની ખુશીમાં સહભાગી થયા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ખોડીયાર ગામે હનુમાનદાદા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા
    Next Article
    કેન્દ્રીય વિદ્યાલય પાટણમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ:ધોરણ 1 અને 3થી 5માં નવા વર્ગો માટે અરજી કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment